અદાણી ગ્રૂપના આ શેર્સમાં છે કમાણીની તક…

સતત બે દિવસના ઘટાડા પછી શેરબજાર ગુરુવારે વધારો દર્જ કરી બંધ થયું

શેરબજારમાં માર્કેટ ક્યારેક ઉપર તો કયારેક નીચે જતું જોવા મળે છે .આ અઠવાડિયાની વાત કરીએ તો માર્કેટ સતત નીચે જોવા મળેલ હતું .સતત બે દિવસના ઘટાડા પછી શેરબજાર ગુરુવારે વધારો દર્જ કરી બંધ થયું હતું. ગુરુવારે સેન્સેક્સ 358 પોઇન્ટના વધારા સાથે 52300 ના સ્તર પર બંધ રહ્યું અને નિફ્ટીએ 102 પોઇન્ટનો સુધારો કર્યો હતો.

મળતી માહિતી મુજબ , અદાણી ગ્રૂપ તેના એરપોર્ટના વ્યવસાયને અદાણી એન્ટરપ્રાઇઝથી અલગ કરવા વિચારી રહ્યો છે અને તેની સાથે અદાણી એરપોર્ટનો IPO પણ લાવવામાં આવશે. આ સિવાય અદાણી વિલ્મરના 1 કરોડ ડોલરના આઈપીઓના સમાચાર પણ સામે આવ્યા છે. આ અહેવાલો બાદ અદાણી ગ્રુપની છ લિસ્ટેડ કંપનીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. આજે પણ આ છ શેરો પર નજર રાખી શકાય તેમછે. આ છ કંપનીઓ – અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને સેઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જી છે.

રિપોર્ટ્સ મુજબ ,યસ બેન્ક બોર્ડે ડેટ સિક્યોરિટીઝની મદદથી 10,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગુરુવારે શેર 3.17 ટકા વધ્યો હતો. છેલ્લા બે અઠવાડિયાથી આ શેર ગ્રીન માર્ક પર બંધ થઈ રહ્યો છે. બેન્કના સ્ટોકે ગયા સપ્તાહે 6.55 ટકા અને તેનાથી અગાઉના અઠવાડિયામાં 3 ટકા રિટર્ન આપ્યું હતું.

વધુમાં,માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 115 કરોડના ઉછાળા સાથે 83 કરોડ રહ્યો છે. ઓપરેશન્સમાંથી ચોખ્ખી આવક 41 ટકા વધીને 738 કરોડ રહી છે. કંપની દરેક પ્રોડક્ટ સેગમેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. ગુરુવારે તેનો શેર 5 ટકા વધ્યો હતો.

 77 ,  1