અદાણી ગ્રૂપની માર્કેટકેપ 100 અબજ ડોલરને પાર..

ભારતની પહેલી ફર્સ્ટ જનરેશન કંપની બની અદાણી

કોરોનાકાળમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીની સંપત્તિમા સૌથી ઝડપી વધારો થયો છે તેના પગલે સમગ્ર અદાણી ગ્રૂપનું માર્કેટકેપ 100 અબજ ડોલરની સપાટીને સ્પર્શી ગયુ છે, જે કોઇ ફર્સ્ટ જનરેશનની ભારતીય કંપનીએ આ સિદ્ધિ હાંસલ કરી તેવી આ ઘટના છે. આ માહિતી અદાણી ગ્રૂપના ચેરમેન ખુદ ગૌત્તમ અદાણીએ આપી છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો અદાણી ગ્રૂપની 7.4 લાખ કરોડ રૂપિયા છે.

ગૌત્તમ અદાણીએ જણાવ્યુ કે, અદાણી ગ્રૂપ કંપનીઓ એવી પહેલી કંપની બની ગઇ છે જેણે પહેલી જ જનરેશનમાં 100 અબજ ડોલરની માર્કેટકેપને હાંસલ કર્યુ. પહેલી જનરેશન કે ફર્સ્ટ જનરેશનનો મતલબ થાય છે કે આ બિઝનેસ ગૌત્તમ અદાણીએ જ શરૂ કર્યો હતો. ગૌત્તમ અદાણીએ સોમવારે કહ્યુ કે, અમારી લિસ્ટેડ કંપનીઓના શાનદાર પ્રદર્શનના પ્રતાપે નાણાંકીય વર્ષ 2021-22ના પહેલા જ સપ્તાહમાં કંપનીની માર્કેટકેપ 100 અબજ ડોલરની વટાવી ગઇ હતી. આ ફર્સ્ટ જનરેશન કંપનીની કોઇ કંપની માટે મોટી સિદ્ધિ છે.          

તેમણે ઉમેર્યુ કે નાણાંકીય વર્ષ 2021માં લિસ્ટેડ કંપનીઓનો કોન્સોલિટેડ ઇબીઆઇટીડીએ 32,000 કરોડ રૂપિયા હતો અને તેમાં વાર્ષિક સરખામણીએ 22 ટકાનો ગ્રોથ થયો છે. આ દરમિયાન લિસ્ટેડ કંપનીઓના સ્ટોકમાં શેરધારકોને 100 ટકાથી વધારે રિટર્ન મળ્યુ છે અને તેમણે લગભગ 9500 કરોડ રૂપિયા ઇક્વિટી શેરહોલ્ડરોને પરત કર્યા છે. વર્ષ 2020માં ગ્રીન એનર્જી લિમિટેડ દુનિયાની સૌથી મોટો સોલાર કંપની બની ગઇ હતી.  

ગૌત્તમ અદાણીએ કહ્યુ કે, મધ્યમ વર્ગના દમ પર ભારત આગામી બે દાયકામાં 15 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે. ખાસ કરીને વપકારનું કદ અને માર્કેટ બંનેની દ્રષ્ટિએ ભારત દુનિયાના સૌથી મોટા બજારો પૈકીનું એક હશે.

 68 ,  1