અનિલ અંબાણીની આ નાદાર કંપનીનું લાયસન્સ નહિં થાય રિન્યૂ..!

જ્યાં સુધી તે પેમેન્ટ નહિં કરે ત્યાં સુધી લાયસન્સ રિન્યૂ કરવામાં નહિં આવે

ભારે દેવામાં ડૂબેલી ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ બાકીનું પેમેન્ટ નહિં આવતા તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ટેલિકોમ લાયસન્સને રિન્યૂ કરવાની ના પાડી છે. કંપની પર 26,000 કરોડ રૂપિયાનું દેવુ છે. ડોટનું કહેવું છે કે, જ્યાં સુધી તે પેમેન્ટ નહિં કરે ત્યાં સુધી તેનું લાયસન્સ રિન્યૂ કરવામાં નહિં આવે.

જો કંપની આમ કરવામાં નિષ્ફળ જશે તો તેણે પોતાનું સ્પેક્ટ્રમ સોંપવું પડશે અને નાદારી પ્રક્રિયાથી સંપત્તિ વેચવાની તેની યોજના જોખમમાં મુકાશે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ડોટે આરકોમને કહ્યું છે કે જો તે સ્પેક્ટ્રમ સંબંધિત તેના ભૂતકાળની બાકી ચૂકવણી નહીં કરે તો તેના ટેલિકોમ લાઇસન્સને રિન્યુ કરવામાં આવશે નહીં.

અગાઉ, રિઝોલ્યુશન પ્રોફેશનલે ડિપાર્ટમેન્ટને કહ્યું હતું કે આઇબીસી કોડ મુજબ, કંપનીના લેણા મોરેટોરિયમ હેઠળ આવે છે અને તે ચૂકવવા જરૂરી નથી. આરકોમે ડોટને તેના ટેલિકોમ લાયસન્સને વધુ 20 વર્ષ માટે રિન્યૂ કરવાની વિનંતી કરી હતી.

કંપની દેશભરમાં ટેલિકોમ લાયસન્સ ધરાવે છે અને દેશના 22 માંથી 14 ટેલિકોમ સર્કલમાં 850 મેગાહર્ટઝ બેન્ડ સ્પેક્ટ્રમ ધરાવે છે. જુલાઈમાં કંપનીનું લાઇસન્સ સમાપ્ત થાય છે. પહેલાં આ કંપની અનિલ અંબાણીની માલિકીની હતી પરંતુ હવે તે તેના રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) ડેલોઇટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ મામલે જાણકારી ધરાવતા ટેલિકોમ ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરપી ટેલિકોમ ડિસપ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ (TDSAT) ડોટના નિર્ણય સામે અપીલ કરી શકે છે.

 100 ,  1