September 23, 2021
September 23, 2021

અફઘાનિસ્તાન : પંજશીરમાં 300 તાલિબાનોનો ખાતમો, અનેક કેદમાં

પંજશીરના યોદ્ધાઓએ 300 તાલિબાનીઓને મારી નાખ્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ જંગ હજુ ખતમ થઈ નથી. પંજશીરના ફાઈટર્સ તાલિબાનને આકરી ટક્કર આપી રહ્યા છે. અફઘાન સેનાએ ભલે અનેક વિસ્તારોમાં લડ્યા વગર જ શરણાગતિ સ્વીકારી લીધી પરંતુ પંજશીર પર કબજો કરવો તાલિબાન માટે સૌથી મોટો પડકાર છે. આ બધા વચ્ચે પંજશીરના યોદ્ધાઓએ 300 તાલિબાનીઓને મારી નાખ્યાનો મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ઘાત લગાવીને કરાયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 300 તાલિબાની આતંકીઓ માર્યા ગયા છે.


BBC ના પત્રકાર યાલદા હકીમે ટ્વીટ કરીને જણાવ્યું કે પંજશીરના વિદ્રોહીઓએ છૂપાઈને તાલિબાનીઓ પર મોટો હુમલો કર્યો. આ હુમલામાં અફઘાનિસ્તાનમાં ફરીથી સરકાર બનાવવાની કોશિશ કરી રહેલા તાલિબાનને મોટું નુકસાન પહોંચ્યું છે. પંજશીરના યોદ્ધાઓનું કહેવું છે કે તેમણે આ હુમલામાં 300 તાલિબાનીઓને મારી નાખ્યા. એવા પણ ખબર છે કે આ હુમલા બાદ અનેક તાલિબાનીઓને કેદ કરાયા છે.


મળતી માહિતી મુજબ તાલિબાને કારી ફસીહુદ દીન હાફિઝુલ્લાના નેતૃત્વમાં પંજશીર પર હુમલો કરવા માટે સેંકડો આતંકીઓ મોકલ્યા હતા. બગલાન પ્રાંતની અંદરાબ ઘાટીમાં ઘાત લગાવીને બેઠેલા પંજશીરના વિદ્રોહીઓએ તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં 300 જેટલા તાલિબાનીઓ માર્યા ગયા હોવાનો દાવો થયો છે. જેના કારણે તાલિબાનનો સપ્લાય રૂટ પણ બ્લોક થઈ ગયો છે.

 71 ,  1