અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા, ઘૂંટાતું રહસ્ય

થોડા દિવસ અગાઉ અમદાવાદના આશાસ્પદ પત્રકાર ચિરાગ પટેલનો રહસ્યમયી સંજોગોમાં સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો . આ ઘટનાની પોલીસ તપાસ હાલ પેપર પર જ રહી છે તેમ લાગી રહ્યું છે . પોલીસ અંધારામાં જાણે ફીફા ખાંડતી હોય તેમ તપાસ કરી રહી છે. બીજી તરફ ચિરાગ પટેલના પરિવારજનોમાં અને સમગ્ર અમદાવાદ શહેરમાં આ ઘટનાને કારણે શોકમાં ડૂબી જવાની લાગણી ઉભી થઈ છે. આ સમગ્ર પ્રકરણમાં હજી એવી ખુટતી કડીઓ છે જેના કારણે પોલીસ તપાસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે CM રૂપાણીએ ચિરાગ પટેલની હત્યા મામલે ગંભીર નોંધ લઈ પોલીસને કડક તપાસના આદેશ આપ્યા છે.

નોંધનીય છે કે અમદાવાદના નિકોલમાં રહેતા અને ખાનગી ન્યૂઝ ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતા ચિરાગ પટેલની હત્યાના કેસમાં પોલીસને કોઈ કડી મળી નથી. આ કેસમાં નિકોલ પોલીસ અને DCP કક્ષાના અધિકારી પહેલાથી ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાની થિયેરી ઉપર તપાસ કરી રહ્યા છે . ઘટનાસ્થળેથી પોલીસને ચિરાગે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરી હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા. છતા પણ તેઓ માત્ર આત્મહત્યાના કરી હોવાની દિશામાં આરંભી હતી. પોલીસને કઠવાડા ટોલટેક્ષના સીસીટીવી ફૂટેજ અને ચિલોડાનું લાસ્ટ લોકેશન મળ્યું હતું. જે અનેક સવાલો ઉભા કરે છે.

આ તરફ ચિરાગ પટેલની હત્યા મામલે પોલીસ હત્યારા સુધી પહોંચી ન શકતા લોકોએ ટ્વિટર પર #justiceforchirag ટ્રેન્ડ શરૂ કર્યો છે. હજારો લોકોએ ચિરાગના પરિવારજનોને ન્યાય અપાવવાની માંગણી કરી છે. આ મામલે રાજકીય નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર ચિરાગને ન્યાય અપાવવાની માંગ કરી છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના નેતાઓએ ટ્વિટ કરીને લો-એન્ડ-ઓર્ડરની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

 162 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી