અમદાવાદની ઇન્ફીબીમ એવન્યુઝને રિલાયન્સ ખરીદશે..!

જિયો સાથે ડીલ થઈ શકે તેવી ચર્ચા

અમદાવાદની ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની ઇન્ફીબીમ એવન્યુઝને રિલાયન્સ ખરીદી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બાબતના જાણકારના જણાવ્યા પ્રમાણે બંને કંપનીઓ વચ્ચે રિટેલ પેમેન્ટ સિસ્ટમ ઊભી કરવા માટે અગાઉ કરાર થયેલા છે અને હવે રિલાયન્સ તેની સબસિડીયરી જિયો પ્લેટફોર્મ્સ મારફત મેજોરિટી હિસ્સેદારી ઇન્ફીબીમ એવન્યુઝને ખરીદી શકે છે.

જોકે, ઇન્ફીબીમ એવન્યુઝે આ બાબતને નકારી હતી અને આ બાબતને બજારમાં ચાલતી એક વાત તરીકે જણાવી હતી. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલના તબક્કે ઇન્ફીબીમ એવન્યુઝનું અત્યારનું વેલ્યુએશન અંદાજે રૂ. 2000 કરોડથી પણ વધારેનું હોવાનું મનાય છે.

ઇન્ફીબીમ એવન્યુઝના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતાએ કહ્યું કે, માર્કેટમાં આવી વાતો થતી રહે છે. અમે રિલાયન્સ માટે ઘણું કામ કરી રહ્યા છીએ. અમે પબ્લિક લિસ્ટેડ કંપની છીએ એટલે તેના પર કોમેન્ટ ન કરી શકીએ. આ તબક્કે અમારે જાહેર કરવા જેવુ કઈ નથી.

ઇન્ફીબીમ એવન્યુઝની વાત કરીએ તો ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની તરીકે ઇન્ફીબીમ સાથે આજની તારીખમાં 30 લાખથી વધુ મર્ચન્ટ જોડાયેલા છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીના પેમેન્ટ ગેટવે મારફત અંદાજે 1.40 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. તે વર્ષમાં કંપનીની ગ્રોસ રેવન્યુ રૂ. 676 કરોડ રહી હતી.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી