અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, મીઠાખળી અંડરપાસમાં બસ ફસાઇ

CTM ચાર રસ્તાથી જશોદાનગર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો

અમદાવાદમાં છેલ્લા એક કલાકથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના ખોખરા, હાટકેશ્વર,અમરાઈવાડી, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઈસનપુર,નારોલ, મણિનગર, રામોલ, હાથીજણ, ઓઢવ, રખિયાલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદને કારણે CTM ચાર રસ્તાથી જશોદાનગર અને ઈસનપુર બ્રિજ સુધી છેલ્લા એક કલાકથી ભારે ટ્રાફિકજામ થયો છે. અનેક વાહનોની ત્રણેક કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. તે ઉપરાંત મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયાં છે. સી.જી રોડ પર પણ પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યામ છે.

સામાન્ય વરસાદમાં મીઠાળી અંડરપાસમાં પાણી ભરાયા છે. બસમાં કોઈ મુસાફર નથી. ડ્રાઈવર અને કંડક્ટર દ્નારા  બસને બહાર કાઢવા માટે કામગીરી શરુ કરાઈ. અંડરપાસમાંથી પસાર થવા જતાં રીક્ષા પણ બંધ પડી ગઈ હતી. જેને ધક્કો મારીને બહાર કાઢવી પડી હતી. 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ પડ્યા પછી હવે વરસાદ મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. આ સાથે હવામાન વિભાગે નવરાત્રિમાં વરસાદને લઈને આગાહી કરી છે. 

‘ગુલાબ’માંથી બનેલું ‘શાહીન’ આજે વધારે શક્તિશાળી બનશે

‘ગુલાબ’માંથી બનેલું ‘શાહીન’ આજે વધારે શક્તિશાળી બનશે. વાવાઝોડું પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાશે, એ વખતે એ સૌથી શક્તિશાળી હશે. વાવાઝોડું શક્તિશાળી થતાં જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જોકે વાવાઝોડું ભારતના કાંઠાથી થોડે દૂર રહેવાનું હોવાથી બહુ નુકસાન થાય એવી શક્યતા નથી છતાં ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને અને માછીમારોને ચેતવણી આપી છે.

ગુજરાતમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 36 કલાક સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી