અમદાવાદ : એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ, 5 કિમી સુધી વાહનોની લાંબી કતાર

માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો અટવાયા

અમદાવાદના એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલકો કલાકો સુધી લાંબી કતારમાં ઉભા રહ્યા હતા. છેક પાંચ કિ.મી સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો અટવાયા હતા.

વિગત મુજબ, બુધવારની સવાર એસજી હાઈવે પરથી પસાર થતા લોકો માટે કષ્ટદાયક બની રહી હતી. એસજી હાઇવે પર આજે અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. 

એસજી હાઈવે પર ગોતા ફલાયઓવરથી સોલા રેલવે ઓવરબ્રિજ સુધી વાહનોની 5 કિમી લાંબી લાઈન જોવા મળી. જેમાં હકડેઠઠ વાહનો ઉભા હતા, પણ તેઓ એક ડગલુ પણ આગળ હટી શકતા ન હતા. 

સોલા રેલ ઓવરબ્રિજની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયું છે. 8 લેનનો ટ્રાફિક ડબલ લેનમાં થતા અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો લાંબા સમયથી અટવાયા છે. 

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી