September 20, 2021
September 20, 2021

અમદાવાદ : મહિલા IPS અધિકારીના તાનાશાહીના આક્ષેપ સાથે ગૃહવિભાગમાં અરજી

‘મારા ઘરે કામ કરવું પડશે નહિતર સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દઈશ…!’

ગુજરાતમાં એક મહિલા આઈપીએસ (IPS) અધિકારી દ્વારા પોતાના હાથ નીચેના કર્મચારીઓને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ ગાંધીનગરમાં ગૃહ વિભાગને કરાઈ છે.

આ મહિલા અધિકારી પશ્ચિમ રેલવેનાં એસ.પી. પરીક્ષિતા રાઠોડ છે. રાઠોડના હાથ નીચે કામ કરતા પોલીસ કર્મચારીઓએ  મહિલા આઈપીએસ અધિકારી પરીક્ષિતા રાઠોડની તાનાશાહીની ફરિયાદ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા મહિલા આઈપીએસ અધિકારી પરીક્ષિતા રાઠોડ વિરૂધ્ધ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ કર્મીઓને મહિલા આઈપીએસ (IPS) અધિકારી પરીક્ષિતા રાઠોડ દ્વારા પોતાના ફ્લેટ ઉપર ઓર્ડલી તરીકે મૂકવાની ફરજ પડાય છે. રાઠોડની આ તાનાશાહી સામે વિરોધનો સુર ઉઠ્યો છે. કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે, મહિલા IPS દ્વારા તેમની તાંબાના અધિકારીઓ કર્મચારીઓને શારીરિક અને  માનસિક ત્રાસ પણ અપાય છે.  ગૃહ વિભાગમાં કરવામાં આવેલી ફરિયાદને ગંભીરતાથી  લઈને તપાસના આદેશ અપાય એવી શક્યતા છે. 

લોકરક્ષક રાજેન્દ્રસિંહ ઝાલાએ પરીક્ષિતા રાઠોડ સામે ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે, એસપી પરીક્ષિતા રાઠોડ સાહેબે સૂચના આપેલ કે તમારે લોકએ ઘરનું બધું જ કામકાજ કરવાનું છે. હવે તમારે દરરોજ અહીં કામ કરવા આવવાનું તેઓ મૌખિક હુકમ કરેલ. મેં રજુઆત કરી કે, આવું કામ મારાથી નહી થાય. આથી સાહેબે ઉશ્કેરાઇ જઈને કહ્યું કે, દરબાર છે એટલે ઘરના કામ કરવાનું જોર આવે છે તું કે એમ અહીંયા નહીં ચાલે. મારી નીચે તારે કરવાની છે નહીંતર તને નોકરી કરવી મુશ્કેલ કરી દઈશ. તને બતાવી ઇશ પછી કેમ નોકરી થાય. તને ઘર પરિવારથી દૂર કરી સૌરાષ્ટ્રમાં મૂકી દઈશ, તેમ કકહી ઉચ્ચ અધિકારીને શોભે નહીં તેમ મારી જોડે જ્ઞાતિવાદ રાખી અપમાનજનક શબ્દો બોલ્યા. 

 54 ,  1