નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત, સોની પરીવારની ત્રણ મહિલાના મોત

ઈકો કાર હાઈવે પર ઉભેલા ટ્રક પાછળ ધડાકા ભેર અથડાઈ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે  પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત  થયા છે. 2 લોકોને ગંભીર ઈજા અને 5 લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા એક્સપ્રેસ-વે હાઈવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ સ્થળ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજે મંગળવારે નડિયાદ નજીક આ એક્સપ્રેસ હાઈવે પર સોની પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. મોળલે ગામનો સોની પરિવારની 4 મહિલા, 5 બાળકો અને એક પુરૂષ ઈકો કાર લઈને રાજસ્થાન ગયા હતા. રાજસ્થાનથી તેઓ તેમની બાધા પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની પૂરપાટ ઝડપે દોડવતા કાર પરથી કાબુ ગુમાવતા ઈકો કાર હાઈવે પર ઉભેલા ટ્રક પાછળ ધડાકા ભેર અથડાઈ હતી. ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.

આ કાર અકસ્માતમાં સોની પરીવારની ત્રણ મહિલાના મોત થયા છે. જ્યારે અન્ય સાત લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, આ સાત લોકોમાંથી એક બાળક અને અક મહિલાને ગંભીર ઇજા થતા તેમને કરમસદની હોસ્પિટલમાં રિફર કરાયા છે.

જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ બનાવ સ્થળે નડિયાદ ગ્રામ્ય પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

 96 ,  1