અમદાવાદ : શિવરંજ હિટ એન્ડ રન મામલો, આરોપી પોલીસ સમક્ષ થયો હાજર

ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરી આરોપી પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો

અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં માલેતુજાર પરિવારના નબીરાઓએ રેસ લગાવીને એક પરિવાજને વિખેરી નાંખ્યો હતો. એક મહિલાનું મોત થયું, અને પરિવારના ચાર લોકો ઘાયલ થયા છે. ત્યારે આ કારનો માલિક શૈલેષ શાહ હોવાનું પોલીસ તપાસમા ખૂલ્યુ છે. જો કે કાર ચાલક પર્વ શાહ હોવાનો ખુલાસો થયો છે. પર્વ શાહે આ મામલે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી. પર્વ શાહ હવે પોલીસ સમક્ષ હાજર થયો.

પોલીસ હાલ બીજી કારની પણ તપાસ કરી રહી છે. વેન્ટો અને I20 કારની રેસ ચાલી રહી હતી. તેથી પોલીસ વિન્ટો કારમા કોણ સવાર હતુ તેની માહિતી મેળવવામાં લાગી છે. પોલીસે જણાવ્યુ કે, સીસીટીવીમાં કાર ઓવર સ્પીડમાં હોવાનુ જોવા મળ્યું છે. બંને કાર રેસ લગાવતા હતા કે કેમ તે આરોપી આવ્યા બાદ માલૂમ પડશે. હાલ એક જ ગાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાથે જ કરફ્યૂમાં આ ગાડીને કેમ પોલીસ દ્વારા રોકવમાં ન આવી તે પણ તપાસ કરાશે. 

ગાડીના માલિક આરોપીના પિતા શૈલેષ શાહે જણાવ્યું હતું કે, અકસ્માત પછી પુત્ર પર્વ શાહ ઘરે આવ્યો હતો. પુત્રે સર્જેલા અકસ્માતથી પરિવાર ગભરાઈ ગયો હતો. અકસ્માતની ઘટનાનો ઘણો અફસોસ છે. તેમણે કહ્યું હતું કે, મને નહોતી ખબર કે પર્વ ઘરેથી કાર લઈને નીકળ્યો છે. અકસ્માત સર્જનાર પર્વ શાહનો પરિવાર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

 97 ,  1