અમદાવાદ : સરખેજના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત

 AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા

અમદાવાદમાં સરખેજ- ધોળકા રોડ પર ભારતી આશ્રમ પાસે નવા બનેલા અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. ફાયર વિભાગ બચાવે તે પહેલા યુવક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયરબ્રિગેડની એક ટીમ રેસ્ક્યુ માટે રવાના થઈ હતી. યુવકને બચાવવા માટે ટીમ પહોંચી હતી પરંતુ યુવક ડૂબી ગયો હતો. જેથી યુવકની શોધખોળ કરી તેને બહાર કાઢ્યો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ યુવકની ઓળખ થઈ નથી અને તેનું ડૂબી જવાથી મોત થયું છે હાલ તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે.વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે.

ગુજરાતમાં  હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજયના મેઘમહેરની શરૂઆત થઇ છે. જેમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ હતું. જેમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

જેમાં અમદાવાદના એસજી હાઇવે પર મુશળઘાર વરસાદ પડતાં સમગ્ર રોડ પર પાણી જોવા મળ્યા હતા. આ ઉપરાંત શહેરના નરોડા, સરદારનગર, બાપુનગર, ઓઢવ, નવરંગપૂરા, નારણપૂરા, મેમનગર, ડ્રાઈવ ઇન, વસ્ત્રાપુરમાં વરસાદ પડ્યો હતો.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી