અમદાવાદ : સરખેજમાં થયેલી હત્યાના ફરાર બે કાતિલો ઝડપાયા

પત્નીના પ્રેમીએ અન્ય ત્રણ લોકો સાથે મળીને ખેલ્યો હતો ખૂની ખેલ

આજથી એક વર્ષ પહેલા સરખેજમાં ખેલાય ખૂની ખેલમાં ફરાર બે કાતિલોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાંચ લાખની સોપારી લઈને આરોપીઓએ પ્રમોદ પટેલ નામના યુવકની ઘાતકી હત્યા કરી હતી. સુરેશ ઉર્ફે સુર્યો મેઘવાળ અને કમલેશ ઉર્ફે કમો ડામોરની નરોડા – ચિલોડા રોડ ખાતેથી દબોચી લીધા છે. મૃતકની પત્નીએ પ્રેમી સાથે મળી ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં પત્નીના પ્રેમી સોપારી આપનાર અમરત રબારીની અગાઉ ધરપકડ કરી હતી. 43 વર્ષના પતિથી અસંતોષ હોવાથી 27 વર્ષીય યુવતીએ 31 વર્ષના યુવક સાથે સંબંધ બાંધ્યા હતા. બંને રંગરેલિયાં મનાવતાં હતાં ને મજા કરતાં હતાં. અઢી વર્ષના પ્રેમ સંબંધ પછી યુવતીને પતિથી છૂટીને પ્રેમી સાથે રહેવાની ઈચ્છા થતાં તેણે પ્રેમીને વાત કરી હતી. ત્યારબાદ હત્યાનું કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો હતો.

વિગત મુજબ, 3 સપ્ટેમ્બર 2020ના દિવસે એસ.જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 43 વર્ષીય પ્રમોદ પટેલ નામના યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે ધા ઝીકીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યાના કેસમાં કાઈમ બ્રાંચે ભેદ ઉકેલી લીધો હતો અને 2 લોકોની ધરપકડ કરી હતી. જેમાં મૃતક પ્રમોદ પટેલની હત્યા કરવાનો પ્લાન તેની પત્ની કિંજલ પટેલે જ બનાવ્યો હતો. મૃતકની પત્ની કિંજલના અમરત નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતા. પત્નીના પ્રેમી અમરતે અન્ય ત્રણ લોકો સાથે મળીને હત્યા કરી દીધી હતી અને ફરાર થયા હતા.

ત્યારે આ કેસમાં ફરાર સુરેશ ઉર્ફે સુર્યો અને કમલેશ ઉર્ફે કમોની ક્રાઇમ બ્રાંચે નરોડા – ચિલોડા રોડ નજીકથી ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હત્યારો પ્રેમી અમરતે રાજસ્થાનથી સુરેશ નામના વ્યક્તિને 5 લાખની સોપારી આપી હતી અને ખાસ હત્યા કરવા માટે એક નવી આઈ 10 કાર પણ લીધી હતી. પ્રેમી અમરત,સુરેશ અને અજણીયા શખ્સો ભેગા મળી હત્યા કરી દીધી.

પતિથી છુટકારો મેળવવા પત્ની કિંજલે પ્રેમી સાથે મળીને ઘડ્યો હત્યાનો પ્લાન

મૃતક પ્રમોદ પટેલની પત્ની કિંજલ પટેલ અને પ્રેમી અમરત બંને બે વર્ષથી પ્રેમસબંધમાં હતા. મૃતકની પત્ની કિંજલ અમરત સાથે પ્રેમસંબંધ હોવાથી પતિ પ્રમોદ સાથે અવાર નવાર ઝધડો કરતી હતી. પત્ની કિંજલને પતિથી છુટકારો મેળવવા પ્રેમી સાથે મળી 31 ઓગસ્ટ 2020ના રોજ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ 3 સેપ્ટમ્બર 2020ના રોજ પતિ પ્રમોદએ પત્ની કિંજલને ફોન કરીને કહ્યું કે નોકરીથી આવતા મોડું થશે. જેથી પત્ની કિંજલએ પ્રેમીને ફોન કરી જાણ કરી ત્યારબાદ પ્રેમી અમરત મુતક પ્રમોદની નોકરી વાળી જગ્યાએ હત્યા કરવા પહોંચી ગયો અને પ્રમોદ નોકરી પુરી કરીને બહાર આવતા જ પ્રેમી સહિત 3 લોકોએ તીક્ષ્ણ હથિયાર ધા ઝીકીને તેને મોત ને ઘાટ ઉતારી દીધો.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી