અમદાવાદ : 11 પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, કલેક્ટરે આપ્યું પ્રમાણપત્ર

અત્યાર સુધીમાં 868 લોકોને નાગરિકતા પત્ર એનાયત કરાયા

અમદાવાદમાં 11 પાકિસ્તાની હિન્દુઓને ભારતનું નાગરિકતા પત્ર એનાયત કરાયા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકતા પત્ર એનાયત કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી કાર્યવાહી શરૂ કરાઈ છે. 

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા છે. નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ જ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ 9 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે. 

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી