અમદાવાદ CP સંજય શ્રીવાસ્તવ પરિવાર સાથે ઘરડાઘરમાં ઉજવશે દિવાળી

CP સંજય શ્રીવાસ્તવ ઘરડાઘરમાં વૃધ્ધો સાથે ફુલઝડીઓ સળગાવતા નજરે પડશે.

અમદાવાદનાં સદ્દભાગ્યે તેને છેલ્લા પાંચ વર્ષમાં સહ્રદયી પોલીસ ઓફિસર મળ્યા છે. પહેલા એ.કે.સિંઘ અને હવે સંજય શ્રીવાસ્તવ એક સંવેદનશીલ ઓફિસરના ઉત્તમ ઉદાહરણો છે. પોલીસની નોકરી એવી છે કે તહેવારો દરમિયાન પણ તેઓ પરિવાર માટે સમય ફાળવી શકશે કે કેમ તે નક્કી નથી હોતું – ડયુટી જ તેમની પ્રાથમિકતા હોય છે. એવામાં અમદાવાદ સીપી આ વખતે તેમની દિવાળી પરિવાર સાથે ઘરડાઘરમાં ઉજવવા જઇ રહ્યા છે . સૂત્રોનુ માનીયે તો – સીપી એ અમદાવાદનાં સૌથી મોટા અને ખરેખર વૃધ્ધો માટે કાર્ય કરતા હોય તેવા જેન્યુઇન ઘરડાઘરની શોધ ચલાવી છે.  આ વર્ષે સીપી સંજય શ્રીવાસ્તવ આ વર્ષે ઘરડાઘરમાં વૃધ્ધો સાથે ફુલઝડીઓ સળગાવતા નજરે પડશે.

નવોદિત સીએમ અને નવોદિત મંત્રીમંડળ પાસે વિધાનસભા ચૂંટણી આડે એક વર્ષ બાકી છે. એવા સમયે આમ તો મંત્રીઓ ની નજીક થોડા અનુભવી કુશળ વહીવટદારોની જરુરિયાત છે. મંત્રીઓ પોતે પણ પોતાની આસપાસ અનુભવી લોકો ઇચ્છી રહ્યા છે જેથી તેમનો પોતાનો કાર્ય ભાર  થોડો હળવો થાય. પરંતુ , બધુ જ નવુંનાં તઘલખી નિયમ વચ્ચે હાલ અંધેર નગરી જેવો વહીવટ સચિવાલયમાં ચાલી રહ્યો છે, જે અધિકારીઓ અન્ય વિભાગો માંથી મંત્રીના પીએ પીએસ તરીકે નિમણૂંક લઇને આવ્યા છે -તેમને ઉત્સાહ ઘણો છે પરંતુ , જે તે વિભાગની સમજ નો અભાવ છે. મોટા ભાગના પીએ પીએસનાં આજ હાલ છે.

એવામાં નવાં પીએ પીએસ – જૂના સિનિયર્સને બોલાવીને વિભાગ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે  એવામા સીએમ તરફથી નવું ફરમાન છૂટ્યું છે  કે જૂનાં પીએ પીએસ એ હવે સચિવાલયમા એકેય મંત્રીને ત્યા આવીને બેસવું નહી. એટલે કે વ્યવસ્થા સમજવા કે સમજાવવાનાં બહાને પણ હવે પીએ પીએસ – સચિવાલયમા મંત્રી કેબિનોમાં જઇને નહી બેસી શકે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી