અમદાવાદ : NRI મહિલાની છેડતીનો મામલો, માત્ર ગણતરીના જ કલાકોમાં આરોપીઓ મુક્ત!

સરદારનગર પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં..!

પોલીસ મોટાભાગના આરોપીઓની 24 કલાક કસ્ટડી રાખે છે પરંતુ કેટલાક કેસોમાં જલદી ધરપકડ બતાવીને છોડી દેવાતા હોય છે.

નાનાચીલોડા ખાતે રહેતી એનઆઇઆર મહિલાની છેડતીના ચકચારી કિસ્સામાં પીએસઆઇ મનોહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે આરોપી પ્રત્યે બતાવેલા સોફ્ટકોર્નરને જોતા તેમની શંકાસ્પદ કામગીરી સામે આવી છે. પોલીસ ચોકીમાં આવેલા આરોપીઓની ધરપકડ નહી કરીને તેમને જવા દેવાના વિવાદ બાદ પોલીસે માત્ર દેખાવ પુરતા આરોપીઓની ધરપકડ કરીને ગણતરીના કલાકોમાં કોર્ટમાં રજુ કરી દેતા વધુ એક વિવાદનો મધપુડો છેડાયો છે. સામાન્ય રીતે પોલીસ આરોપીઓને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખતા હોય છે અને બાદમાં તેમને રજુ કરતા હોય છે પરંતુ છેડતીના આ કેસમાં પોલીસે આરોપીઓને માત્ર ચાર કલાક કસ્ટડીમાં રાખ્યા બાદ કોર્ટમાં રજુ કરી દીધા હતા.

સરદારનગર પોલીસ સ્ટેશનમાં છેડતી અને મારામારી જેવા ગંભીર કેસમાં જ્યારે આરોપીઓ પોલીસ ચોપડે વોન્ટેડ હોય અને તેમની ધરપકડ કર્યા વગર જ તેમને પોલીસ ચોકીથી જવા દેવાનો વિવાદ સામે આવ્યો હતો. શહેરના નાના ચિલોડા વિસ્તારમાં રહેતી એક એનઆઇઆર મહિલાનો બંગલો ખાલી કરાવવા માટે તેની સાસોયટીમાં રહેતા ત્રણ રહીશોએ તેની સાથે છેડતી કરીને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો હતો. રહીશોએ સીસીટીવી ફુટેજથી તેનો ફોટોગ્રાફ્સ કાઢીને તેને ન્યુડ બનાવીને સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સિવાય મહિલાના ઘરમાં ઘુસીને રહીશે તેને બાહુપાશમાં ઝકડી લીધી હતી.

નાના ચિલોડા વિસ્તારમાં આવેલા એક બંગ્લોઝમાં રહેતી ૪૫ વર્ષિય મહિલાએ તેનીજ સોસાયટીમાં રહેતા રહીશો વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી. ગતવર્ષે તેમની સોસાયટીમાં રહેતા નારૂ ઉર્ફે નરેશભાઇ ગલાની મોડીરાત્રે મહિલાના ઘરે આવી ગયો હતો અને મહિલાને બાહુપાશમાં ઝકડી લઇને કહ્યુ હતુંકે તુ હિરોઇન જેવી લાગે છે અને તુ રાત્રીના નાના કપડા પહેરે છે ત્યારે હોટ લાગે છે. નરેશની આ હરકતો જોઇને મહિલા ચોંકી ગઇ હતી અને જોરથી તેને ધક્કો મારીને પાડી દીધો હતો. નરેશે મહિલાને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઇને કરી તો તારા પર ખોટા કેસ કરીને તારો પાસપોર્ટ જમા કરાવી દઇશ પછી બહાર પણ નહી જઇ શકે. નરેશની સાથે સાથે તેજ સોસાયટીમાં રહેતો નરેશ અને જયદેવ સોની પણ મહિલાને હેરાન પરેશાન કરતો હતો. 

થોડાક દિવસ પહેલા નરેશ મહિલાના ઘરે આવીને કહેવા લાગ્યો હતો કે તારા ફોટા સીસીટીવી માંથી કાઢવાની તેના ન્યુડ ફોટો બનાવ્યા છે જે ફોટો હું ફેસબુક તેમજ સોશીયલ મીડીયામાં વાયલર કરી દઇશ. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ ચોકીમાં આવેલા આરોપીઓની ધરપકડ નહી કરતા પીએસઆઇએ તેમને જવા દીધા હતા. જો કે આ અંગેની વાત બહાર આવતા બીજા દિવસે આરોપીઓ પોલીસ ચોકીમાં હાજર થઇ ગયા હતા અને બાદમાં તેમની ધરપકડ કરીને ગણતરીના કલાકોમાં કોર્ટમાં રજુ કરી દીધા હતા. કોર્ટે શરતોને આધીન આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી