અમદાવાદ SOGની ટીમે MD ડ્રગ્સ સાથે આરોપીની કરી ધરપકડ

આરોપી દિલ્હીથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યો હતો

અમદાવાદ SOGની ટીમે દિલ્હીથી અમદાવાદ આવતા એક ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસને 95 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપીની  ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં અન્ય લોકોની સંડોવણી સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ નજીક આનંદ વિહાર પાસે બાતમીને આધારે SOGની ટીમે 95 ગ્રામ આશરે 3 લાખ 68 હજારના એમડી ડ્રગ્સના જથ્થા સાથે પ્રતાપસિંગ ઉર્ફ શક્તિ હિમ્મતસિંગ રાણાવતને દબોચી લીધો છે. આરોપી દિલ્હીથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં આવી રહ્યો હતો. જોકે તે કોની પાસેથી ડ્રગ્સ લઈને આવી રહ્યો હતો તે મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી. પરંતુ પોલીસ તે દિશામાં પણ આગળ તપાસ આરંભી છે. જેમા મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થસે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદનું યુવાધન ડ્રગ્સને રવાડે ચઢી ગયું છે. જેના કારણે પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા અવાર નવાર થોડા થોડા સમયે ડ્રગ્સ પેડલરોની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવે છે. જોકે જે રીતે ડ્રગ્સનું વેચાણ શહેરમાં વધી રહ્યું તે શહેરીજનો માટે એક ચિંતાનો વિષય બન્યો છે. 

 86 ,  1