અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, Video

દુર્ઘટનામાં બે લોકોના મોતના સમાચાર

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેણાંક વિસ્તારમાં અચાનકથી પ્લેન ક્રેશ થયું જેના કારણે ભાગદોડ મચી ઉઠી હતી. આ મોટી દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

ઘર પર પ્લેન પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઝડપથી  વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક વિસ્તારમાં ઘર પર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટના કેલિફોર્નિયામાં આવેલ સૈંટાના હાઈસ્કૂલ પાસે ઘટી છે. જે લોસ એંન્જિલસના સૈંટી નેબરહુડ પાસેજ આવેલું છે. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ઉઠી હતી. 

પ્રાપ્ત થતિ માહિતી અનુસાર જે પ્લેન ક્રેશ થયું છે. તે 2 એન્જિન વાળું પ્લેન હતું. સાથેજ પ્લેનમાં 6 યાત્રીઓ પણ સવાર હતા. જેણે એરિજોનાના યુમાથી ઉડાન ભરી હતી. વીડિયોમાં આપ જોઈ શકો છો કે ફાયર અધિકારીઓ આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનામાં એક ટ્રક પણ આગની ઝપેટમા આવતો દેખાઈ રહ્યો છે. 

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી