અર્થવ્યવસ્થા સુધાર પર નાણાકીય મંત્રાલયનું નિવેદન, જાણો શું કહ્યું..?

ઉચિત મૉનેટરી પૉલિસીના કારણે રિવાઈવલના સંકેત

ઈકોનૉમિક રિકવરી પર આજે નાણાકીય મંત્રાલયનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈકોનૉમીમાં રિવાઈવલના સંકેત દેખાય રહ્યા છે. આ બયાનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે ઉચિત મૉનેટરી પૉલિસીના કારણે જ કોરોનાની માર થી લડી રહેલા ઈકોનૉમીમાં રિવાઈવલના સંકેત જોવામાં આવી રહ્યા છે.

અર્થવ્યવસ્થા પર નાણામંત્રાલયે કહ્યું, સારા મૉનસૂન અને સારી બુઆઈથી મોંઘવારી ઘટી શકે છે. મૉનેટરી પૉલિસીના પગલાથી ઈકોનૉમી અને સામાન્ય લોકોને રાહત મળવાની ઉમ્મીદ છે.

ઈકોનૉમીના અલગ-અલગ સેક્ટર્સના રિવાઈવલ માટે RBI ની કોશિશ ચાલુ છે. આ બયાનમાં આગળ કેહવામાં આવ્યુ છે કે કમોડિટીમાં ઈનપુટ કૉસ્ટનું દબાણ બનેલુ છે. કમોડિટી કિંમતોમાં રિકવરીથી મોંઘવારીના રિસ્ક બનેલુ છે. મોંઘા ગ્લોબલ કમોડિટીથી મોંઘવારી વધવાના આસાર છે. સરકારના પગલાથી ક્રેડિટ ડિમાંડ વધશે. આર્થિક રાહત પેકેજથી CAPEX સાઈકલના બળ મળશે.

નાણાં મંત્રાલયે તેની માસિક આર્થિક સમીક્ષામાં કહ્યું છે કે સરકારે કોરોનાની બીજી તરંગથી રાહત આપવા માટે જાહેર કરેલી રાહત 6.29 લાખ કરોડ રૂપિયાના છે. આરબીઆઈ લગાતાર મુશ્કેલીઓ માંથી પસાર થઈ રહેલા સેક્ટરો પર નજર રાખે છે અને તેને રાહત માટે કામ કરી રહ્યા છે.

નાણા મંત્રી નિર્મળા સીતારમણ કોરોના સંકટના કારણે ઉપજી આર્થિક પડકારનો સામનો કરવા માટે Covid-19 કોવિડથી પ્રભાવિત સેક્ટર્સ માટે છેલ્લા મહીને 1.1 લાખ કરોડની લોન ગેરન્ટી સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ હેલ્થકેર સેક્ટરને 50,000 કરોડ અને બીજા સેક્ટર્સ માટે 60,000 કરોડ રૂપિયાના લોન ગેરન્ટીની ઘોષણા કરવામાં આવી હતી.

તેની સાથે જ નાણા મંત્રીએ 1.5 લાખ કરોડ રૂપિયાના એડિશનલ ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમની ઘોષણા કરી હતી, જેના સેક્ટર-વાઈઝ એલોકેશન જરૂરતના હિસાબથી ફાઈનલાઈઝ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

 17 ,  1