આતંકીઓનો ચોંકાવનારો ખુલાસો- અલકાયદાના નિશાના પર ભાજપના નેતાઓ..

દિલ્હીની સ્પેશ્યલ સેલ આતંકીઓની કરશે પુછપરછ

ઉતર પ્રદેશ ATS દ્વારા લખનૌમાંથી બે શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા અલકાયદાના બે આતંકવાદીઓએ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. જેમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓના નિશાના પર ભાજપના 2 મોટા નેતાઓ હતા. હવે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ આ આતંકીઓની પૂછપરછ માટે લખનૌ જશે.

દિલ્હીની સ્પેશ્યલ સેલ બે દીવસમાં લખનૌ પહોંચશે. અને ત્યાં પકડાયેલા આ 2 આતંકીઓની પૂછપરછ કરશે. ભાજપના નેતાઓને નિશાનો બનાવ્યાના ખુલાસા બાદ માહોલ ગરમાયો છે. ચોતરફ આની ચર્ચાઓ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટના સાથે સંબંધિત, બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પકડાયેલા બન્ને લોકોની પાસેથી વિસ્ફોટક પણ મળી આવ્યા છે. તેમનો હેન્ડલર પાકિસ્તાની હોવાનું સામે આવ્યુ છે અને તેમની અલ કાયદા ( Al Qaeda ) સાથે કડી જોડાયેલી હોઈ શકે છે. બન્નેની અલકાયદા સહીતના આતંકવાદી સંગઠનો સાથેના જોડાણ અંગેની સધન પુછપરછ કરવામાં આવી રહી છે.

સુત્રો અનુસાર અલકાયદાના આતંકી ઉમર અલ માંડી UP ના સંભલનો રહેવાસી છે. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે અલકાયદાએ AQIS નામનું નવું આતંકી સંગઠન પણ બનાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાનપુરમાં રહેનારા ચાર યુવક પણ આ સંગઠન સાથે જોડાયેલા છે. આ બાદ લખનૌ પોલીસની બે ટીમોએ કાનપુરમાં તપાસ હાથ ધરી હતી. ત્યાંથી તેમણે ચાર યુવકની ધરપકડ કરી હતી. તેમજ તેમના અન્ય સાથી હાલમાં ફરાર છે.

 107 ,  2