September 19, 2021
September 19, 2021

આયા રાખતા ચેતી જજો! દીકરી દલાલોના હાથે જતી બચી ગઇ

ચાંદખેડા પોલીસે આયાની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી

પશ્ચિમ બંગાળ પોલીસનો ફોન આવતાં હ્યુમન ટ્રાફિકિંગનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ શહેરમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બાળકને સંભાળ કાજે રાખેલી આયા માસૂમને દલાલોના હાથે વેચવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે પશ્ચિમ બંગાળ પોલીસની સર્તકતાથી બાળકી દલાલોના હાથે વેચાતા બચી ગઇ હતી. ત્યારે આ મામલે ચાંદખેડા પોલીસે આયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ચાંદખેડાના વિસ્તારમાં રહેતા વર્કિંગ દંપતીને 11 મહિનાની દીકરી છે. આ બંને પતિ પત્ની આઈટી પ્રોફેશનલ છે. બંને જણા કામના સમયે પોતાની દીકરી પર ધ્યાન આપી શકતાં નહોતાં, જેથી તેના ઉછેરમાં ખૂબ જ તકલીફ પડતી હતી. જેથી તે લોકોએ બાળકીને સાચવવા માટે ઓનલાઇન એજન્સીમાંથી આયાને કામ પર રાખી હતી. આ આયાનું નામ બિંદુ હતુ. આ દંપતી બિંદુને મહિને 18 હજાર રૂપિયા આપતા હતા. બિંદુ બાળકીને સારી રીતે રાખતી હતી. જેથી દંપતી તેનાથી ખુશ હતા.

એક દિવસે પતિ પોતાની ઓફિસમાં હતો અને ત્યારે જ પશ્ચિમ બંગાળથી એક પોલીસ ઓફિસરનો ફોન આવ્યો કે તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે તેનું નામ બિંદુ છે? પોલીસે વધુમાં જણાવ્યું કે, તમારી દીકરીનો ફોટો હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગ પાસે છે. બિંદુ આ દીકરીને વેચવાનો પ્લાન કરી રહી છે. જેથી તેઓ તરત જ પોતાના ઘરે ગયા અને બિંદુને સીધો જ સવાલ કર્યો કે, તું દીકરીને વેચવાની હતી, પરંતુ બિંદુ આનો યોગ્ય જવાબ ન આપી શકી અને ભાગવાનો પ્રયત્ન કર્યો. જે બાદ ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

 129 ,  1