ઇસ્લામાબાદમાં ભારતીયો ઉચ્ચાયોગના અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક, કરી તપાસની માંગ

ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓની સાથે ફરીથી ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો છે. આ મામલો 8થી 11 માર્ચ વચ્ચેનો છે. ભારતે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.

ઉચ્ચાયોગે 13 માર્ચે પાકિસ્તાન વિદેશ મંત્રાલયને એક ઔપચારિક નોટિસ (નોટ વર્બેલ) પાઠવ્યું, જેમાં ઉપઉચ્ચાયુક્ત, નેવી સલાહકાર અને એક ફર્સ્ટ સેક્રેટરીની સાથે થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈ ભારતે તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે જો પાકિસ્તાન આ મામલે કાર્યવાહી નહીં કરે તો આગળના સમયમાં એક્શન લેવામાં આવશે.

સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન સુરક્ષા બળોએ ઉપઉચ્ચાયુક્તની સાથે 9 અને 10 માર્ચે ગેરવર્તણૂંક કરી હતી. આવી જ ઘટના 8 માર્ચે ફર્સ્ટ સેક્રેટરીની સાથે પણ થઈ હતી. રિપોર્ટમાં જણાવાયું કે ભારતીય મિશનમાં તહેનાત નેવી એડવાઇઝરની સાથે 8,9,10 અને 11 માર્ચે સુરક્ષા દળોની સાથે તીખી દલીલ થઈ હતી. પરંતુ આ મામલે પાકિસ્તાન ફરી ઉલ્ટી ગુલાટ મારી ગયો છે જેથી ફરી
ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો.

મળતી માહિતી મુજબ પાકિસ્તાનની એજન્સીના એક સૈનિકને 9 અને 10 માર્ચે ઉપઉચ્ચાયુક્તના ઘર પર નજર રાખવા માટે તહેનાત કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનના બે સૈનિક રોજ ઉચ્ચાયુક્તના પર નજર રાખી રહ્યાં છે.

ભારતે આ ઘટનાઓને લઈને પાકિસ્તાનને તાત્કાલિક તપાસ કરવાનું કહ્યું છે. ભારતના જણાવ્યા મુજબ આ પ્રકારની ઘટનાઓ કૂટનીતિક સંબંધો માટે બનાવવામાં આવેલા વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે.

 86 ,  3