ઉત્તરાખંડ : દેહરાદૂનના વિકાસનગરમાં બસ ખીણમાં ખાબકી..

14 લોકોના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક યુટિલિટી વ્હીકલ ખીણમાં ખાબક્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

મળતી જાણકારી પ્રમાણે, આ યુટિલિટી વ્હીકલમાં 25 લોકો સવાર હતા. જે પૈકી 14 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. દૂર્ઘટના બાદ પોલીસ અને SDRFની ટીમો રવાના થઇ ગઇ છે. હાલમા રેસ્ક્યૂનુ કામ આસપાસના ગામલોકો કરી રહ્યાં છે.  

પોલીસ અધિકારીએ જાણકારી આપી છે કે દૂર્ઘટનાની પાછળ ઓવરલૉડિંગ એક કારણ હોઇ શકે છે. બસ નાની હતી, જેમાં 25 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે જે રૂટ પરથી આ બસ નીકળી રહી હતી, ત્યાં વધુ બસ નથી. એટલા માટે આટલી મોટી સંખ્યામાં લોકો એકજ બસમાં સવાર થયા હતા.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી