ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું નિધન

ડેન્ગ્યૂના કારણે તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા

મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલનું નિધન થયું છે. ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશા પટેલે દુનિયાને અલવિદા કીધું છે. તમને જણાવી દઈએ કે આશા પટેલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા, ડેન્ગ્યૂના કારણે તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. અતિગંભીર હાલત હોવાના કારણે આશા પટેલનું નિધન થયું છે.

આશા પટેલના નિધનથી ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આશાબેન પટેલને ડેન્ગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન ડેમેજ થયા હતા અને જેના કારણે આશાબહેનનું નિધન થયું છે. આશાબહેનનના નિધનથી ભાજપ-કોંગ્રેસના નેતાઓમાં શોક છવાયો છે.

ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું દુઃખદ નિધન પર રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, આ દુ:ખદ માહિતી સાંભલીને ખુબ દુઃખ થયું છે. ઈશ્વરને ગમ્યું તે ખરું.. છેલ્લે સ્પીકર તરીકે હું છત્તીસગઢ ગયો હતો, તેમાં આશાબેન પણ હતા. આશાબેન ખૂબ સ્પષ્ટ વક્તા અને અભ્યાસુ હતા. સ્વતંત્ર વિચારો પણ રજુ કરી શકતા હતા. મક્કમ ધારાસભ્ય ઓછા થયા, ત્યારે પ્રાર્થના કરું છું કે એમના આત્માને ભગવાન શાંતિ અર્પે..

સી.આર.પાટીલે જણાવ્યું છે કે, ડોક્ટર પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. ડોક્ટરોએ કહ્યું છે કે અતિ ગંભીર સ્થિતિ છે. સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવી પછી સ્થિતિ બગડી છે. ડોક્ટરો સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આશાબેન પટેલની તબિયત હાલ સુધારા પર છે.

 94 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી