એક ખબરે TATAની કંપનીના શેરને આસમાને પહોંચાડયો…

1 લાખ રૂપિયા 1 વર્ષમાં થયા 21 લાખ

નવા અંદાજપત્રની તૈયારી: નાણાપ્રધાને ત્રિ-બજેટ બેઠકોનો દોર શરૂ કર્યો છેલ્લા એક મહિનામાં ટાટા ટેલિસર્વિસિસના શેરોએ તેના રોકાણકારો નાણાં દોઢ ગણા કાર્ય છે. સમય જેમ વધતો જાય છે તેમ રિટર્ન પણ વધ્યું છે. એક વર્ષ અગાઉ સ્ટોકમાં રોકાણ કરનારા તો જાણે માલામાલ બન્યા છે.

મુંબઈ સ્થિત ટાટા ટેલિસર્વિસિસ ટાટા ગ્રૂપની પેટાકંપની છે જે બ્રોડબેન્ડ, ટેલિકોમ્યુનિકેશન્સ અને ક્લાઉડ સેવાઓમાં ડીલ કરે છે.નોંધનીય છે કે કંપનીના શેર તાજેતરના સમયમાં સતત કેટલાંક દિવસો સુધી 5 ટકાની અપર સર્કિટને સ્પર્શ્યા હતા. એ નોંધવું અગત્યનું છે કે કંપનીના શેરના ભાવમાં વધારો એવા સમયે થયો છે જ્યારે મુખ્ય ભારતીય ટેલિકોમ ઓપરેટરોએ તેમના ટેરિફમાં વધારો કર્યો છે.

ડિસેમ્બર 2020માં સ્ટોક લગભગ 7.95 ના ભાવે ટ્રેડ થયો હતો જે વધીને હાલમાં 171 રૂપિયાની ઉપર પહોંચ્યો છે જેણે તેના રોકાણકારોને માત્ર 1 વર્ષમાં 2,057.86% ટકા વળતર આપ્યું છે. Tata Teleservices (Maharashtra) Limited મૂળભૂત અને સેલ્યુલર ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડે છે. કંપની વાયર્ડ અને વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. કંપની લગભગ બે યુનિફાઇડ એક્સેસ સર્વિસ લાઇસન્સ ધરાવે છે.

Tata Teleservices Maharashtra Services એ મહારાષ્ટ્ર અને ગોવાના ગ્રાહકો માટે કૉલિંગ અને ઇન્ટરનેટ સેવાઓની B2B પ્રદાતા છે. કંપની દેવાથી લદાયેલી છે અને ખોટનો સામનો કરી રહી છે. તેનો કન્ઝ્યુમર ટેલિકોમ બિઝનેસ હતો જેણે સંઘર્ષ કર્યો અને તેને ભારતી એરટેલને વેચી દેવામાં આવ્યો. જો કે, માર્ચ 2020 માં શેર દીઠ આશરે રૂ. 2 ના નીચા સ્તરેથી શેર આજે અનેક ગણો વધીને રૂ. 171 ની આસપાસ પહોંચી ગયો છે.

TTML ભારતના નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે એક વ્યાપક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાર્ટનર તરીકે પોતાને બદલી રહ્યું છે. ટાટા જૂથ આ કંપનીને સમર્થન આપી રહ્યું છે અને રોકાણકારોને ખાતરી આપી છે કે તમામ દેવાની જવાબદારી પૂરી કરવામાં આવશે. TTML પર નવું ફોકસ છે અને તે FY21 માટે સંપૂર્ણપણે સુધારેલા વાર્ષિક અહેવાલમાં પણ જોઈ શકાય છે. TTML ટાટાના સુપરએપ અને 5G પ્લાનના લાભાર્થી હોવાની પણ ચર્ચા છે. તાતાની સુપર એપનું સંચાલન આ કંપની દ્વારા થાય તો કંપની અને રોકાણકારોની કિસ્મત પલટાઈ શકે છે. આ અહેવાલે શેરને આસમાને પહોચાડયો છે.

TTML શેર્સના રોકાણકારોને થયેલા લાભ ઉપર નજર કરીએતો એક વર્ષ અગાઉ 8 રૂપિયાની કિંમતે શેરમાં રોકાણ કરનારના ૧ લાખ રૂપિયાનું રોકાણ આજે 2137500 રૂપિયા થઇ ગયું છે. એક મહિના અગાઉ 70 રૂપિયા પ્રતિશેરના ભાવે ૧ લાખ રૂપિયાનું રોકાણ કરનારને આજે 244285 રૂપિયા રિટર્ન મળ્યું છે.

 79 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી