ઓસ્ટ્રેલિયન સાંસદે કહ્યું- ‘અમને યોગી આદિત્યનાથ આપી દો’

ઓસ્ટ્રેલિયન સાંસદે સીએમ યોગીના કર્યા વખાણ

કોરોના વાયરસ મહામારીના પ્રબંધનને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રૈગ કેલીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને મુખ્યમંત્રી યોગીને બિરદાવ્યા છે. કોરોના નિવારણ માટે યુપીના સીએમ દ્વારા ભરવામાં આવેલા પગલાઓ ઓસ્ટ્રેલિયન સાંસદને એટલા ગમી ગયા કે તેમણે ઓસ્ટ્રેલિયાની મદદ માટે સીએમ યોગીને જ માગી લીધા હતા. 

કોવિડ-19 મહામારીના મેનેજમેન્ટને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ પણ સીએમ યોગીના વખાણ કર્યા. ક્રેગ કેલીને તો સીએમ યોગીનું કામ એટલું ગમ્યું કે તેમણે પૂછી લીધુ કે શું અમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉધાર મળી શકશે?

ગત 10 જુલાઈએ સાંસદ ક્રેગ કેલીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું કે ભારતનું રાજ્ય ઉત્તર પ્રદેશ શું કોઈ પણ રીતે પોતાના સીએમ યોગી આદિત્યનાથને અમને ઉધાર આપી શકે છે, જેથી કરીને તેઓ અમને આઈવરમેક્ટિનની કમીની સમસ્યામાંથી બહાર કાઢી શકે. જેના કારણે અમારા દેશમાં નિરાશાજનક હાલાત પેદા થઈ ગયા છે. 

નોંધનીય છે કે ક્રેગ કેલીની ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે. યુપીમાં યોગી મોડલના વખાણ કરવાથી ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલી પોતાની જાતને રોકી શક્યા નહીં. 

 74 ,  1