કડવો લીમડો એક આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે જેથી લોકો તેનું નામ માત્ર સાંભળીને દૂર ભાગતા હોય છે. પણ જો તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા ફાયદા થશે.
લીમડાનો રસ પીવાના ફાયદા
- લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સિવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.
- લીમડાના પાંચ ભાગ મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ વગેરે છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે.
- નવજાત શિશૂઓને લીમડાનાં કુમળાં પાંદડાંઓને વાટી તેનો રસ નિયમિત રીતે પિવડાવવામાં આવે તો ઝેરીલા જીવજંતુઓની કોઇ અસર થતી નથી.
- લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં લેવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.
- લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં લેવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.
- લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.
125 , 3