કયું મરચુ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લાલ કે લીલું? આ ઘાતાક બીમારી પણ થશે દૂર

red-green-chili

ઘણાં લોકોને તીખું અને તમતમતું ખાવાનુ પસંદ હોય છે, પછી તે બપોરનુ ભોજન હોય કે રાતનુ ભોજન. ત્યારે ઘણા લોકોને લાલ મરચુ અને લીલુ મરચુ ખાવુ પસંદ હોય છે, છતા પણ તે લોકો પેટભરીને તીખું ખાવાનું ખાવા લાગે છે. તો કેટલાક લોકો ખાવાનામાં લાલ અને લીલા મરચા ખાય છે. તો કેટલાક લોકો તો લાલ મરચુ પાવડરનો ઉપયોગ કરે છે. પરંતુ શુ ક્યારેય તમારા મનમાં આ સવાલ આવ્યો છે કે કયું મરચું વધારે ફાયદાકારક છે? તો આવો અમે તમને જણાવીએ કે લાલ કે લીલું કયું મરચુ તમારા માટે ફાયદાકારક છે.

– લીલા મરચા તાજા હોય છે. જ્યારે સૂકાઇ જાય છે તો તેને રંગ બદલાઇને લાલ થઇ જાય છે. આ લાલ મરચામાં પાણીનું પ્રમાણ અને ન્યુટ્રિએન્ટ્સ ઓછા થઇ જાય છે

– લાલ મરચાનું વધારે સેવન પાવડર તરીકે કરવામાં આવે છે. પરંતુ ખાસ વાત છે તમે વધારે લીલા મરચાનો વધારે ઉપયોગ કરી શકો છો. તે ફાયદાકારક માનવામાં આવે છે.

– લીલા મરચામાં વધારે પ્રમાણમાં વિટામીન C રહેલા છે. તેને ખાવાથી લાર પેદા થાય છે. જેથી ખાવાનું સહેલાઇથી પચાવવામાં મદદ મળી રહે છે તો તમે પણ લીલા મરચાનું સેવન કરી શકો છો.

– આજકાલ કેટલાક લોકો બ્લ્ડ શુગરની સમસ્યાથી પીડાતા રહે છે. લીલા મરચાના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

– વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે આપણે આપણા શરીર પર ધ્યાન આપી શકતા નથી જેને લઇને ઘણા લોકો વધતા વજનની સમસ્યાથી પરેશાન રહે છે. એવામાં વજન ઓછું કરવા માટે તમે ખાવાનામાં લીલા મરચા સામેલ કરી શકો છો.

– તમે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે તમે અનેક ઉપાય કરો છો તો આજે તમે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે લીલા મરચાનું સેવન કરી શકો છો. સાથે તે હૃદયને સ્વસ્થ રાખે છે. તેમજ તમે તેના સેવનથી કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખી શકો છો.

– કેન્સરથી લડવામાં પણ લીલા મરચા ફાયદાકારક છે. તેમા રહેલા એન્ટી ઓક્સીડેન્ટ્સ અને અન્ય તત્વ ફેફસા, મો સહિતના કેન્સરને દૂર રાખે છે.

 165 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી