September 20, 2021
September 20, 2021

કરજણમાં મહિલા પર સામુહિક દુષ્કર્મ બાદ હત્યા, 6 નરાધમોની ધરપકડ

 દુષ્કર્મ બાદ ગળે ટૂંપો દઈ મહિલાને ઉતારી દીધી મોતને ઘાટ

કરજણના એક ગામની મહિલા પર છ ઈસમોએ સામુહિક બળાત્કાર આચરી હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ધાસચારો લેવા ગયેલી મહિલાની એકલતાનો લાભ લઈ આરોપીઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. રેલ્વે ટ્રેકનું કામ કરતા યુપી અને ઝારખંડના મજુરોએ બર્બરતા પૂર્વક ઘટનાને અંજામ આપ્યો.

મજુરોના મુકાળદમે બળાત્કાર કર્યા પછી મહિલાના હાથ પગ પકડી રાખી મોઢામાં ડૂચો દઈ વારાફરતી હવસ સંતોષી હતી. બળાત્કાર બાદ નરાધમોએ દુપટ્ટા વડે ટુપો દઈ મહિલાની હત્યા કરી નાંખી હતી. પોલીસના ડોગે એક આરોપીને બતાવ્યો ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસે  પર્દાફાશ કર્યો છે. 

એક આરોપીની કડક પુછપરછ કરતા સનસનીખેજ વિગતો બહાર આવી છે. આરોપીઓ રેલ્વે ટ્રેકની બાજુમાં ઝુપડા બનાવી રહેતા હતા. 6 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

 22 ,  1