કાલથી અનલોક થઈ રહ્યું છે ગુજરાત…

કોરોનાનું સંક્રમણ ઘટવાથી આવતીકાલથી કેટલાંક નિયંત્રણ હળવાં કરાશે

રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટવાથી ગઈ કાલે કેટલાંક નિયંત્રણ હળવાં કરાયાં છે. હવે તમામ દુકાનો સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. ઉપરાંત,હોટલ-રેસ્ટોરાં પણ 50 ટકા ગ્રાહક સાથે ચાલુ રાખી શકાશે, તેમજ મંદિર, જીમ, બાગ-બગીચાને પણ ખોલવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે શહેરમાં આવતીકાલ સવારના છ વાગ્યાથી મ્યુનિ. માલિકીના લો ગાર્ડન, પ્રહ્લાદનગર ગાર્ડન, પરિમલ ગાર્ડન, વસ્ત્રાપુર તળાવ સહિતના તમામ બાગ-બગીચા 85 માં દિવસે ખૂલે તેવી શક્યતા છે. બાગ-બગીચાની સાથે કાંકરિયા લેકફ્રન્ટના તોતિંગ દરવાજા પણ સહેલાણીઓ માટે અમુક નિયંત્રણોની સાથે ખૂલી શકે છે.

ઉલ્લેખનીય છે કે ,શહેરમાં કોરોના બેફામ બનતા મ્યુનિ. સંચાલિત બાગ-બગીચા, કાંકરિયા લેક અને ઝૂને અનિશ્ચિતકાલિન મુદત માટે બંધ રાખવાનો નિર્ણય મ્યુનિ. તંત્ર દ્વારા લેવાયો હતો. શહેરીજનોમાં કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા કમિશનર મૂકેશકુમારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ પહેલાં મ્યુનિ. બાગ-બગીચા સવારના 6.30 વાગ્યાથી 9.00 વાગ્યા સુધી અને સાંજના 6.00 થી રાતના 9.00 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રખાયા હતા.બાગ-બગીચાને પૂરેપૂરા દિવસ માટે બંધ કરી દેવાયા હતા.આની સાથે અમદાવાદીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કાંકરિયા લેકને પણ તબક્કાવાર આવતીકાલથી ખોલી દેવાય તેવી શક્યતા છે.

રિપોર્ટ્સ અનુસાર ,આજે બપોરે સંબંધિત અધિકારીઓ આ અંગે કમિશનરનું માર્ગદર્શન મેળવશે. જોકે, ભાજપના શાસકો પણ બાગ-બગીચા અને કાંકરિયા લેકને લાગેલાં તાળાં ખોલી દેવાનાં સમર્થનમાં છે. આ તમામ પ્રવૃત્તિ તા. ૨૬ જૂન બાદ શરૂ કરાય તેવી શક્યતા છે. હાલમાં રાજ્ય સરકારની નવી છૂટછાટ તા. 11થી 26 જૂન સુધી અમલમાં રહેવાની છે.

વધારે વિગતોમાં ,કોરોના મહામારીના કારણે કાંકરિયા લેકને 85 દિવસ સુધી બંધ રાખવાથી મ્યુનિ. તિજોરીને આવકમાં રૂ. એક કરોડથી વધુનો ફટકો પડ્યો છે. જોકે કાંકરિયા લેકના તોતિંગ ગેટને ખુલ્લા મૂકવાથી મોર્નિંગ વોકર્સમાં આનંદ છવાશે.

 109 ,  4