કાશ્મીરમાં બે પાકિસ્તાની સહિત જૈશ-એ-મોહમ્મદના 6 આતંકવાદીઓ ઠાર

કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે ચાલી રહી છે અથડામણ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાએ બે પાકિસ્તાની સહિત જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓને મોતને ઘાત ઉતારી દીધા છે. હજુ પણ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. હાલ અથડામણ ચાલી રહી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. તો બીજી તરફ સેનાના એક જવાન અને એક પોલીસકર્મી પણ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના મિરહામા વિસ્તારમાં થઈ રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના ગોળીબાર બાદ સેનાએ ઓપરેશન શરૂ કર્યું અને એક પછી એક 6 આતંકીઓને ઠાર માર્યા. સમગ્ર વિસ્તારને ઘેરીને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી