કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચારઃ મોંઘવારી ભથ્થું 28% સુધી વધારવામાં આવ્યું

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ

લાંબા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઈને બેસેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક કેન્દ્ર સરકારે હટાવી લીધી છે. અને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે તેવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએ અને પૂર્વ કર્મચારીઓના મોંઘવારી રાહત પર રોક લગાવી દીધી હતી. બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકાર દ્વારા ડીએ વધારી દેવામાં આવતાં કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરથી બમ્પર સેલરી આવવાની આશા છે.

 171 ,  1