કેબિનેટ વિસ્તરણ પહેલા દિગ્ગજ મંત્રીઓના રાજીનામા, 43 નવા મંત્રી શપથ લે તેવી શક્યતા

6 મંત્રીએ આપ્યા રાજીનામા, 43 નેતાઓ લેશે મંત્રીપદના શપથ

મોદી કેબિનેટનું આજે વિસ્તરણ થવાનું છે. સાંજે 6 વાગ્યે મોદી કેબિનેટના નવા ચહેરાઓ શપથ લેવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં થનારા પહેલા મોટા વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને તક મળી રહી છે. આ ઉપરાંત અનેક નેતાઓની છૂટ્ટી પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની કેબિનેટથી છુટ્ટી કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે રમેશ પોખરિયાલ નિશંકને ખરાબ સ્વાસ્થ્યના કારણે કેન્દ્રીય કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા છે. રમેશ પોખરિયાલ ઉપરાંત સંતોષ ગંગવાર, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડાની કેબિનેટથી છૂટ્ટી કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ફર્ટિલાઈઝર મંત્રી સદાનંદ ગૌડા, શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક, શ્રમમંત્રી સંતોષ ગંગવાર રાજ્યમંત્રી દેબોશ્રી ચૌધરી, રાજ્યમંત્રી સંજય ધોત્રે, રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે પાટિલે કેબિનેટના વિસ્તરણ પહેલા રાજીનામા આપ્યા છે. 

પશ્ચિમ બંગાળથી સાંસદ દેબોશ્રી ચૌધરીની કેન્દ્રીય મંત્રીમંડળમાંથી છૂટ્ટી નક્કી છે. સૂત્રો પ્રમાણે તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળના કેટલાક નવા ચહેરાઓને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે. આ બે મોટા નામો ઉપરાંત કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાનું પણ રાજીનામું લેવામાં આવી શકે છે. સંદાનંદ ગૌડા અત્યારે રસાયણ અને ખાતર મંત્રી હતા. કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ઉથલ-પાથલ વચ્ચે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ આ નિર્ણય લીધો છે.

 113 ,  1