કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો મામલો, કોર્ટે દોષિતને આજીવન કેદની સજા ફટકારી

આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇ દોષિત જાહેર

વર્ષ ૨૦૧૬માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં થયેલી કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને દોષિત જાહેર કર્યો છે. તેમ દોષિત મનીષ બલઇને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને 25000નો દંડ ફટકાર્યો છે.  કોર્ટે કહ્યું, કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી. કોર્ટે દોષિત જાહેર કરતાં આજીવન કેદની સજા કરવી કે ફાંસીની સજા કરવી એ અંગે દલીલ થઈ હતી. સરકારી વકીલે આરોપીને મૃત્યુપર્યંત આજીવન કેદની માંગણી કરી હતી.  

ક્રાઇમ બ્રાન્ચે નોંધેલા કેસ પ્રમાણે એપ્રિલ-૨૦૧૬માં ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણીની રહસ્યમય રીતે હત્યા કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાદલમાં વડોદરા નજીકના મિયાણાથી આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને આ કેસમાં ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સની હેરાફેરના કેસમાં મનીશ બલાઇને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં લાવી હતી.  મોડી રાત્રે મનીષ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરી ક્રાઇમ બ્રાન્ચની પાછળની દીવાલ કૂદી ભાગી ગયો હતો અને ત્યારબાદ ટ્રેન દ્વારા તે વડોદરાના મીયાણા પહોંચ્યો હતો. પોલીસે મોબાઇલ ફોનના લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતી. 

ગત સુનાવણી વખતે કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં છ વર્ષ બાદ નામદાર કોર્ટે આરોપી મનીષ બલાઈને દોષી જાહેર કર્યો છે. આ મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર અમિત એમ. પટેલ જણાવ્યું હતું કે, સરકાર તરફથી આ કેસ સાબિત કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે આ મામલે રજુઆત કરી હતી કે આ કેસને રેરેસ્ટ ઑફ રેર નહીં પરંતુ ખાસ કેસ ગણીને આરોપી જીવે ત્યાં સુધીની સજા આપવામાં આવે. જ્યારે બચાવ પક્ષ તરફથી આ દલીલ કરવામાંઆવી હતી કે આ કેસ રેરેસ્ટ ઑફ રેર નથી. આ ઉપરાંત આરોપીને લાઇફટાઇમથી વધારે કેદની સજા ન આપવામાં આવે. આ કેસમાં ફરિયાદ પક્ષે 65 સાક્ષી રજૂ કર્યાં હતાં.

 17 ,  1