કોરોનાના કારણે અમદાવાદ કાંકરિયા કાર્નિવલ રદ્દ, AMCનો નિર્ણય

કોરોના વાયરસનાં કારણે આ વર્ષે પણ નહીં યોજાય કાંકરિયા કાર્નિવલ

અમદાવાદમાં AMCએ કાંકરિયા કાર્નિવલ ન યોજવાનો નિર્ણય લીધો છે. 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનાર કાર્નિવલ આ વર્ષે નહિ યોજાય. મહત્વનું છે કે, ગત વર્ષે પણ કોરોનાના કારણે કાર્નિવલ રદ્દ કરાયો હતો.

તો બીજી તરફ અમદાવાદમાં AMC દ્વારા ફ્લાવર શો ની તૈયારી શરૂ કરી દેવાઈ છે. જો કોરોનાના કેસ નહિ વધે તો ફ્લાવર શો યોજાશે. 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે. AMCની રિક્રિએશન કમિટી નિર્ણય લીધો છે. કોરોનાને કારણે ગત વર્ષે ફ્લાવર શો પણ નહોતો યોજાયો.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી