કોરોના મૃતકોના પરિજનો માટે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- વળતર આપે સરકાર

મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ

કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોને વળતર આપવા માટે સુપ્રીમે આપ્યા આદેશ. દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વળતર નક્કી કરતા નથી પરંતુ NDMA છ અઠવાડિયાની અંદર પ્રત્યેક કોવિડ પીડિતને ચૂકવવામાં આવનારી સહાયતાની રકમ નિર્ધારિત કરવાના દિશાનિર્દેશ જાહેર કરે. 

કોરોનાથી દેશમાં લગભગ 4 લાખ લોકોના થયા છે મોત

અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 3,98,454 લોકોના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 45,951 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો હવે 3,03,62,848 પર પહોંચી ગયો છે. હાલ કુલ 5,37,064 દર્દીઓ સારવાર હેઠળ છે. 

ડેથ સર્ટિફિકેટ વિશે પણ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

આ સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ડેથ સર્ટિફિકેટ ઉપર મોતનું કારણ કોરોના અને મોતનો દિવસ લખવાનો રહેશે. સરકાર છ મહિનામાં તેના પર ગાઈડલાઈન બનાવશે. જે લોકોને ડથ સર્ટિફિકેટ મળી ગયું છે અને તેમને તેના પર આપત્તિ છે તો સરકાર તેના પર ફરીથી વિચારશે. આ માટે સરકાર એવા લોકોને ફરિયાદનો વિકલ્પ આપશે જેથી કરીને ડેથ સર્ટિફિકેટ ફરીથી આપી શકાય. 

 134 ,  1