કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો દ્વારા સોમનાથ મંદિરની સુરક્ષા..

700 મિટરની ઊંચાઈથી પેટ્રોલિંગ કરાયું

દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે. સોમનાથ મંદિરે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજે મંદિરના પેટ્રોલિંગ માટે કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટરે ચક્કર લગાવ્યા હતા. 700 મિટરની ઉંચાઈ પર લો લેવલે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સોમનાથ મંદિર Z+ સિક્યોરિટી ધરાવે છે. 

દેશ માટે અતિ મહત્વના સોમનાથ મંદિરની સુરક્ષા સાથે અરબી સમુદ્રની સુરક્ષા પણ કરવામાં આવી રહી છે. અહીં સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સહિત અન્ય એજન્સીઓ ખડેપગે રહે છે. 

કોસ્ટગાર્ડ દ્વારા 700 મીટરની ઉંચાઈથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મંદિર દરિયા કિનારે આવેલું હોવાથી મંદિર સહિત સમુદ્રની સુરક્ષા પણ મહત્વની બની જાય છે. મંદિર પરિસરમાં પણ સુરક્ષા વિભાગ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મંદિરની સુરક્ષાને લઈને સજ્જ છે. હાલની પરિસ્થિતિ જોતા મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી