ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે પરવેઝ મુશરફ , દુબઈની હોસ્પિટલમાં થયા ભરતી

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરફને દુબઈના એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર તે કોઈ ગંભીર બીમારીથી પિડાઈ રહયા છે. પાકિસ્તાનના પ્રખ્યાત ન્યૂઝ પપેરના એક રિપોર્ટ અનુસાર મુસરફની પાર્ટીએ જણાવ્યું કે તેમનો ઈલાજ પહેલાથી જ ચાલી રહયો છે પરંતુ શનિવારે તેમની તબિયત વધારે બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ જાણકારી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લિગ (એપીએલ)ના સેક્રેટરી જનરલ અદમ મલિકે આપી હતી. એપીએલના ઓવરર્સીસ પ્રેસિડેન્ટ અફજલ સિધીકીએ જણાવ્યું કે મુસરફ અમીલાઈડોસીસ થી પીડિત છે જેની સારવાર ચાલી રહી છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુસરફની બિમારીનું રહસ્ય પાછલા વર્ષે ઓકટોબર માં બહાર આવ્યું હતું, જેના ઈલાજ માટે તેમને દર ત્રણ મહીને લંડન જવું પડે છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ બિમારીના લીધે તે સત્તત કમજોર રહે છે. સિધીકી એ જણાવ્યુ કે આ બિમારીના કારણએ પાચન પછી વધેલુ પ્રોટીન શરીરના અંગોમાં જમા થવા મંડે છે. જેના લીધે મુશરફ ને ઉભા થવામાં અને ચાલવામાં મુશ્કેલી થાયે છે.

 180 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી