ગાંધીનગરમાં છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસ-APPનું સુરસુરિયું

રૂપાણીના રાજકોટમાં ગાબડું, કોંગ્રેસની જીત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જો કે, આ ચૂંટણી પ્રચાર દરમિયાન ત્રણેય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, આજે ચૂંટણી પરિણામ જાહેર થયું છે. આ પરિણામ સામે આવતા કહી શકાય કે, ભાજપે ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત ભાજપે બહુમતી સાથે જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો પૈકી ભાજપે 41 બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે.

ભાજપની આ ભવ્ય જીતનો સાફો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શિરે પહેરાવવામાં આવી રહ્યો છે. પાટીલ અને પટેલની જોડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમાલ કરી બતાવી છે. ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતીએ આગામી વર્ષે 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર હતું.

વિજય રૂપાણીના ગઢમાં ગાબડું…

રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બન્ને બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે.

ભાજપે બન્ને બેઠક ગુમાવતા વિજય રૂપાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. વધુમાં આ બન્ને બેઠક જસદણ તાલુકામાં આવે છે. ત્યારે આની જવાબદારી પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સોંપાઈ હતી. જોકે તેઓ બેઠક બચાવવામાં ઉણા ઉતર્યા છે.

જસદણ તાલુકાના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા વચ્ચે ક્યાંકને ક્યાંક આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. જેના પગલે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે તેવું ચર્ચાઈ રહ્યું છે.

ગાંધીનગર કોર્પોરેશન

 • કુલ સીટ 44
 • ભાજપ 41
 • કોંગ્રેસ 2
 • આપ 1

જિલ્લા પંચાયત

 • કુલ સીટ 8
 • ભાજપ 5
 • કોંગ્રેસ 3

તાલુકા પંચાયત

 • કુલ બેઠક 48
 • ભાજપ 28
 • કોંગ્રેસ 14
 • આપ 2
 • અન્ય 1

ભાણવડ નગરપાલિકા

25 વર્ષે કોંગ્રેસની જીત

 • કુલ બેઠક 24
 • કોંગ્રેસ 16
 • ભાજપ 8

ઓખા નગરપાલિકા

 • કુલ બેઠક 36
 • ભાજપ 34
 • કોંગ્રેસ 2

થરા નગરપાલિકા

 • કુલ સીટ 24
 • ભાજપ 20
 • કોંગ્રેસ 4

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી