ગુજરાતના ખેડૂતોને વાવાઝોડાથી થયેલા નુકસાનમાં મળશે રાહત..

રાજ્ય સરકારનો ખેતી વિષયક સર્વે પૂર્ણ 

ગુજરાતમાં આવેલા અતિક્રમી એવા તૌક્તે વાવાઝોડા અને ત્યારબાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદે સૌરાષ્ટ્ર ,ગુજરાતના કેટલાય ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત/સહાય જાહેર થાય તે આશાએ બેઠો છે.

આ વચ્ચે રાજ્ય સરકારે જામનગર તાલુકાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોધપુર,ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, કોટડા સાંગાણી જેવા વિસ્તારોનો ખેતી સર્વે પૂર્ણ કરી દીધો છે. વધુમાં કુતિયાણા, પોરબંદર તાલુકો, રાણાવાવ,કેશોદ, વિસાવદર, વંથલી, માણાવદર, માંગરોળમાં પણ સર્વે પૂર્ણ કરાયો છે. તો અન્ય 7 જિલ્લામાં સેમ્પલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સરકાર પણ ખેડૂતોની હામી હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે.ખેડૂતોને રાહત સહાયમાં મોટો વધારો વીઘાદીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવા ઉત્સુક છે.પણ,વિધાદીઠ કેટલી સહાય આપવી તેનો નિર્ણય મુખ્યમંત્રી જ કરશે.

રાજ્ય સરકાર અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જેવા વરસાદથી ભારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી ચુકી છે.ત્યારે, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર,ઉપરાંત છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે.પ્રથમ તબક્કે 4 જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન સર્વે કરાયો હતો.હવે અન્ય જિલ્લાઓમાં કામગરી ચાલુ કરવામાં આવી છે. જે તે વિસ્તારના ધારાસભ્ય અને સાંસદની માગણી આધારે અન્ય જિલ્લાઓમાં સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.

ખેડૂતોને SDRFના ધારા ધોરણમાં વધારો કરી ખેડૂતને સહાય ચૂકવવા વિચારણા પણ કરવામાં આવી છે.SDRF ધારા ધોરણ પ્રમાણે વિઘા દીઠ 6800 સહાય આપવાની જોગવાઈ પણ વિચારાધીન છે. રાજ્ય સરકાર વિઘા દીઠ 20 હજાર ચુકવવાની વિચારણા કરી રહી છે.સરકાર એક વિચારણા એ પણ કરી રહી છે કે, ખેડૂતોને ખાતા દીઠ સહાય આપે. જો ખાતાદીઠ સહાય આપવામાં આવે તો ખેડૂત ખાતાદીઠ 30 થી 35 હજાર સહાય મળી શકે તેવો એક અંદાજ છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી