ગુજરાતમાં વીજચોરી કરનારાની હવે ખેર નહીં..!

એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે

વીજ ચોરી ડામવા સરકાર નવી યોજના, કેન્દ્રની સ્કાડા નામની યોજના ગુજરાત ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે, જેમાં તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે.

ગુજરાતમાં અનેક વાર વીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે, વીજ ચોરીને કારણે દર વર્ષ રાજ્ય સરકારને કરોડો રુપિયાનું નુકસાન થતું હોય છે ત્યારે આવા વીજ ચોરીને અટકાવવા હવે રાજ્ય સરકાર કેન્દ્રની એક નવી યોજનાનો અમલ કરવાનું વિચારી રહી છે. આ યોજનાને લઈને ગુજરાત સરકારે તૈયારી પણ દર્શાવી છે. જેથી હવે એક યુનિટની પણ વીજ ચોરી થશે તો વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી કંપનીને તાત્કાલિક જાણ થઈ જશે.

રાજ્યમાં અવાર નવાર વીજ ચોરીની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈ વીજ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાતા તેમની ઉપર હુમલા થવાના કિસ્સા પણ વધી જતા હોય છે, આવા બનાવોને લઈને રાજ્ય સરકારને વીજ ચોરીને ડામવા એક નવી યોજના અમલ કરવા જઈ રહી છે. કેન્દ્રની  સ્કાડા નામની આ યોજના હવે ગુજરાતમાં પણ અમલી બનશે, જેના માટે રાજ્ય સરકારે તૈયારી પણ દર્શાવી છે. સ્કાડા નામની આ યોજના ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે, આ યોજના તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે.

 103 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી