September 19, 2021
September 19, 2021

ગોતામાં આંગડિયા કર્મીને બંધક બનાવી 7 લાખની લૂંટ, ભાગવા જતા એક ઝડપાયો

આંગડિયા કર્મીના હાથ-પગ બાંધી ચાકુની અણીએ ચલાવી લૂંટ

અમદાવાદ શહેરમાં ફરી એકવાર લૂંટનો બનાવ બન્યો છે. લૂંટારુઓ આંગડિયા પેઢી ઓફિસમાં કર્મચારી બંધક બનાવી 7 લાખની લૂંટ અંજામ આપી ફરાર થઈ રહ્યાં હતાં. ત્યાં સ્થાનિક યુવકને શંકા જતા બેગ લઇ ભાંગી રહેલા લૂંટારુઓને પકડવાનો પ્રયાસ કરતા એક આરોપી પકડાઈ ગયો અન્ય એક આરોપી ફરાર થઈ જતા સોલા પોલીસે વધું તપાસ શરૂ કરી છે.

ગોતા વિસ્તાર નજીક આવેલી રમેશકુમાર અંબાલાલ આંગડિયા પઢીના કર્મચારીને પાસેથી 7 લાખ રૂપિયા રોકડના લૂંટી લેવામાં આવ્યા હતા. લૂંટને અંજામ આપનારા બંને આરોપીઓએ કર્મચારીને છરી બતાવી હાથ-પગ બાંધી દીધા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બેમાંથી એક આરોપી જતીન પટેલ વિકલાંગ હોઈ ભાગ જતા પકડાઈ ગયો હતો.

લૂંટારૂઓ આંગડિયા પેઢી ઓફિસમાં ઘૂસી શટર બંધ કરી કર્મચારી ગોવિંદભાઈ હાથ પગ બાંધીને બંધક બનાવી ઓફિસના ડ્રોવર માં રહેલા સાત લાખ રૂપિયા અને સીસીટીવી કેમેરાના કાઢી અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો.

આંગડિયા પેઢી કર્મચારી ગોવિંદ પટેલ બૂમાબૂમ કરતા છરી બતાવી અને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે આ લૂંટારૂઓ પૈસા લૂંટી ભાગી રહ્યા હતા તે સમયે આંગડીયા પેઢીની નીચે આવેલી ઓફિસમાં કામ કરતા રોનકએ પૈસા લઇ ભાગતા બન્ને શખ્સો પર શંકા જતા બન્ને શખ્સોને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

જે બંને લુટારુઓ રીક્ષામાં બેસી ભાગી રહ્યા હતા જેમાંથી જતીનકુમાર પટેલ નામનો એક આરોપી પકડાઈ ગયો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકોના ટોળાએ એક આરોપી પકડી રાખી પોલીસના હવાલે કર્યો હતો. જયારે અન્ય એક ફરાર આરોપી પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે.

 18 ,  1