ગોવાના નવા સીએમની રેસમા બધા થી આગળ પ્રમોદ સાવંત, થોડી વારમાં થઇ શકે છે જાહેરાત

મુખ્યમંત્રી મનોહર પર્રીકરના નીધન બાદ ગોવાના રાજકારણમાં સંકટનો સમય આવી ગયો છે. જેમાં મહત્વના સમાચાર કહી શકાય કે ભાજપ દ્વારા ગોવાના નવા મુખ્યમંત્રી નક્કી કરી લેવામાં આવ્યા છે. પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પ્રમોદ સાવંત હાલમાં ગોવા વિધાનસભાના અધ્યક્ષ છે.પ્રમોદ સાવંત બપોરે 3 વાગે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

ભાજપ તરફથી મુખ્યમંત્રી પદ માટે પ્રમોદ સાવંત અને વિશ્વજીત રાણે આ બે નામ પસંદ કરવામાં આવ્યા હતા. પ્રમોદ સાવંત જે ગોવા વિધાનસભાના અધ્યક્ષ છે, જયારે વિશ્વજીત રાણે મનોહર પર્રીકરની કેબીનેટમાં સ્વાસ્થ્ય મંત્રી હતા. તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી પ્રમોદ સાવંતને નવા મુખ્યમંત્રી તરીકે જોવા માંગતી હતી, કારણકે ગોવાના રાજકારણમાં તેમની સારી પકડ છે. જેના કારણે તેનું નામ પસંદ કરવામાં આવ્યું..

 71 ,  3