September 25, 2022
September 25, 2022

ગોવાનું રાજકીય સંકટમાં, મનોહર પાર્રિકરની હાલત અત્યંત ગંભીર : ગોવાના ડેપ્યુટી સ્પીકર

ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની તબિયત અત્યંત ખરાબ સમાચાર આવી રહ્યા છે. ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ શનિવારે પાર્રિકરની તબિયત પર સવાલ ઉઠાવ્યા હતા. ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની તબિયત વધારે ખરાબ થઈ રહી છે અને તેમના બચવાની આશા પણ ઘણી ઓછી છે.

આ પહેલા પાર્રિકરના સ્વાસ્થ્યને લઇને સીએમ કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, મીડિયાના કેટલાક રિપોર્ટના સંબંધમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની હાલત સ્થિર છે. કેટલાક દિવસો પહેલા માઇકલ લોબોએ કહ્યું કે પાર્રિકર ખુબ જ બીમાર હતા. હવે તેઓ ભગવાન ભરોસે જીવિત છે.

ઉલ્લેખનીય છે કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર લાંબા સમયથી બીમાર રહેતા હતા. પેનક્રિયાટિક કેન્સરથી પીડિતા 61 વર્ષીય પાર્રિકરે 31 જાન્યુઆરીએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાનમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બીમાર મુખ્યમંત્રીને ત્રણ માર્ચમાંગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. ફેબ્રુઆરીમાં પાર્રિકરનું જીએમસીએચમાં એક ઓપરેશન પણ થયું હતું. આ પહેલા પણ તેઓ સારવાર અર્થે અમેરિકા પણ ગયા હતા.

 125 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી