ગ્વાલીયર, અમદાવાદ, જબલપુર, સુરત વચ્ચે વિમાની સેવા : કેન્દ્રિય મંત્રી સિંધિયા

ઉડાન વિમાની સેવાઓને પોષાય તેવી હશે – જયોતિરાદિત્ય

કેન્દ્રીય મંત્રી મંડળમાં નાગરિક ઉડ્ડયન મંત્રી બનતા જ જયોતિરાદિત્ય સિંધિયાએ તેમના વતન રાજય મધ્યપ્રદેશને માટે નવી ભેટ લાવી છે જેમાં તેઓએ ઉડાન યોજના હેઠળ મધ્યપ્રદેશને સાંકળતી 8 નવી વિમાની સેવા ચાલુ થશે તેવું ટવીટ કરીને દેશના નાના વિમાની મથકોને પણ હવે વધુને વધુ વિમાની સેવા મળશે તેની ખાતરી આપી છે.

જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે સ્પાઈસ જેટ વિમાની કંપની તા.16 થી ગ્વાલીયર-મુંબઈ-ગ્વાલીયર ઉપરાંત ગ્વાલીયર-પુના-ગ્વાલીયર, જબલપુર-સુરત-જબલપુર, અમદાવાદ-ગ્વાલીયર-અમદાવાદથી વિમાની સેવા શરુ કરશે. તેઓએ ઉડાન વિમાની સેવાઓને પોષાય તેવી હશે તેની ખાતરી આપી હતી.

 84 ,  1