ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, 90 પોઈન્ટ નીચે સેન્સેક્સ, નિફ્ટી 14000ની પાર

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 87 પોઇન્ટ (0.18 ટકા) ઘટીને 48,089.02 પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 30 પોઇન્ટ (0.22 ટકા) ના ઘટાડા સાથે 14,102.40 પર શરૂ થયો. દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે યુપીએલ, ટાટા મોટર્સ, ગેઇલ એનટીપીસી અને વિપ્રોએ તેજી સાથે શરૂઆત કરી. ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, ગ્રાસીમ અને એચડીએફસીના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

ગઇકાલે સ્વદેશી કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોની પોઝિટિવ ઇફેક્ટ શેરબજારમાં જોવા મળી હતી. કારોબારી સત્રના અંતે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા હતા. કારોબાર પૂર્ણ થયો ત્યારે નિફ્ટી 14130 ઊપર જ્યારે સેન્સેક્સે 48176.80 પર બંધ થયા. ગઇકાલે નિફ્ટીએ 14,147.95 સુધી તો સેન્સેક્સએ 48,220.47 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

 42 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર