ચા વાળાએ PM મોદીને મોકલ્યો ₹ 100નો મનીઓર્ડર..

વડાપ્રધાનને દાઢી કરવા માટે 100 રુપિયાનો મની ઓર્ડર મોકલ્યો

સામાન્ય જનતા દ્વારા અવારનવાર પત્રોથી પોતાની રજૂઆતો પ્રધાનમંત્રી કાર્યાલયે રજુ કરવામાં આવતી હોય છે .વડાપ્રધાન દ્વારા તે ધ્યાને લેવામાં પણ આવે છે અને કાર્યાલય દ્વારા યોગ્ય પ્રત્યુત્તર પણ આપવામાં આવે છે .આવી જ એક રજુઆત પત્ર – મનીઑર્ડરના માધ્યમથી અનિલ નામના વ્યક્તિએ કરી છે .કોરોનાના કપરા સમયમાં બેરોજગાર બનેલા આ વ્યક્તિએ વડાપ્રધાનને પોતાની રજુઆત કરી છે .તેણે વડાપ્રધાનને રોજગારી વધારવાની પહેલ અનોખી રીતે કરેલી છે .સાથે જ કોરોનામાં જે પરિવારના સભ્યે જીવ ગુમાવ્યો હોય તે પરિવારને આર્થિક સહાયની માંગ પણ આ પત્રમાં કરેલી છે .

મળતી માહિતી મુજબ ,મહારાષ્ટ્રના બારામતીના એક ચાવાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેરોજગારીથી કંટાળીને પોતાનો રોષ ઠાલવવા દાઢી કરવા માટે 100 રુપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે.અનિલ મોરે નામની આ વ્યક્તિનું કહેવું છે કે, લોકડાઉનને કારણે અનેક લોકોનું કામ ઠપ્પ થઈ ગયું છે, રોજગાર બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં વડાપ્રધાને જો કંઈ વધારવું હોય તો તે રોજગારી વધારે.

તેમણે કહ્યું કે, હું મારી કમાણીમાંથી 100 રુપિયા મોકલી રહ્યો છું .તેમણે કંઈ વધારવું જ હોય તો દાઢી વધારવા કરતા રોજગાર વધારે,લોકોની સ્વાસ્થ્યની સુવિધા માટે વેક્સિનેશન સેન્ટર વધારે. લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરે,આવા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી છે .

ઉલ્લેખનીય છે કે, અનિલ એક ખાનગી હોસ્પિટલની બહાર ચાની દુકાન ચલાવતા હતા. પાછલા દોઢ વર્ષથી લોકડાઉનને કારણે તેમનું કામ બંધ થઈ ગયું છે. પોતાની આર્થિક પરિસ્થિતિ અને બેરોજગારીની સમસ્યાથી કંટાળીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો જ પત્ર લખી કાઢ્યો અને તેમાં પોતાની માંગ રજૂ કરી.અનિલ કહે છે કે, વડાપ્રધાન દેશના સર્વોચ્ચ નેતા છે. મારા મનમાં તેમના માટે સન્માનની ભાવના છે. તેમને પરેશાન કરવા એ મારો ઉદ્દેશ્ય નથી. પરંતુ લોકડાઉનને કારણે લાખો લોકો પરેશાન છે.

વધુમાં પત્રમાં તેમણે માંગ કરી છે કે, કોરોનાને કારણે જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પાંચ લાખ રુપિયાની મદદ આપવામાં આવે અને પ્રત્યેક પરિવારને 30,000 રુપિયાની મદદ આપવાની પણ માંગ કરી છે.

આ ઉપરાંત તેને પત્રમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી છે .તેમના માટે પોતાને માનની લાગણી હોવાની વાત પણ ઉલ્લેખી છે .પત્ર લખવાનો ઉદેશ્ય વડાપ્રધાનને પરેશાન કરવાનો નહોતો પરંતુ પોતાની અને દેશના નાગરિકોની સમસ્યાઓને તેમના સુધી પહોંચાડવાનો એકમાત્ર ઉદેશ્ય છે .

 98 ,  1