”ચોકીદાર” મોદીના અભિયાન પર ગુજરાતના મંત્રી બાવળિયાના ટ્વિટર પર જોવા મળ્યું કંઈક આવું ?

રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કોંગ્રેસના ચોકીદાર ચોર હૈના જવાબમાં ટ્વિટર પર નામ બદલી ચોકીદાર નરેન્દ્ર મોદી લખ્યું હતું. જેને પગલે દેશભરના ભાજપના નેતાઓ એ ”ચોકીદાર” નું અભિયાન પોતાના સોસીયલ મીડિયામાં પોસ્ટ દ્વારા હાથ ધર્યું હતું જે પૈકી ગુજરાતમાંથી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના મંત્રીમંડળના નેતાઓ પણ ચોકીદાર નામ ઉમેર્યું હતું. જેમાં કોંગ્રેસ છોડી ભાજપ માં જઈ મંત્રી બનેલા કુંવરજી બાવળિયા એ પણ ચોકીદાર વાળી ટ્વીટ કરી હતી પરંતુ તેમના જ અન્ય એક ટ્વિટર એકાઉન્ટમાં કોઈ અપડેટ થયું ન હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દીમાં ચાબખા માર્યા હતાં, તે ટ્વિટ પિન્ડ કરી રાખી હતી. જેમાં લખ્યું હતું, ‘ચોકીદાર તેરી ઐસી ચૌકીદારી પર લાનત હૈ’. આ ટ્વીટ ને લઇ વિવાદ ઉભો થયો છે

નોંધનીય છે કે અગાઉના ભાજપના વિરૂધ્ધ કેમ્પેઈન દરમિયાન 27 ફેબ્રુઆરી 2018ની એક ટ્વિટ છે જેને પિન્ડ કરાઈ છે. જેમાં ‘તેરે હર જૂઠે વાદે પર મક્કારી પર લાનત હૈ, દેશમેં ફેલી નફરત વાલી બીમારી પર લાનત હૈ, દેશ લૂંટ કર રોજ લૂંટેરે નાક કે નીચે ભાગ રહે, ચોકીદાર તેરી ઐસી ચોકીદારી પર લાનત હૈ’લખ્યું છે. જ્યારે 20 જૂન 2018ની ટ્વિટમાં લખ્યું છે કે, હવે કયું બટન દબાવવાના છે નરેન્દ્ર મોદી સાહેબ 2019 માટે? કૃપા કરી જણાવો જેથી દેશવાસીઓ તમારા જુમલામાં ન આવી જાય. સાથે જ એક અન્ય ટ્વિટમાં લાચારી શું હોય છે એ સૈનિકને પૂછો કે હાથમાં એકે 47 છે છતાં સરકારના કારણે પથ્થર ખાય છે. તેમ લખવામાં આવ્યું છે

તો આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ના વખાણ વાળી ટ્વીટ પણ જોવા મળી છે જેમાં 38 ગોળીઓથી વિંધાયેલી દાદી અને અગણિત ટુકડામાં કપાયેલા બાપનો મૃતદેહ જોઈને પણ હિંમત ન હારનાર રાહુલ ગાંધીએ આજ સુધી દાદી કે પિતાના નામ પર ક્યારેય એક વોટ પણ નથી માંગ્યો. અને નરેન્દ્ર મોદી રાહુલજીથી કંઈક શીખ લો. રાહુલ જીની આ અદા દિલને સ્પર્શી ગઈ છે તેમ આ બાવળિયાના ટ્વીટ માં જોવા મળ્યું હતું

 132 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી