છેલ્લા 24 કલાકમાં કેસોની સંખ્યા વધીને 41 હજાર પર પહોંચી…

મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં કેસોમાં સતત વધારો

દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી હોય તેમ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 41 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છે. તે અગાઉ એક જ દિવસમાં 35 હજાર જેટલા નવા કેસ નોંધાયા હતા. જ્યાં સૌથી વધારે કેસો બહાર આવી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 25 હજાર નવા કેસો નોંધાયા છે. જે એક વિક્રમજનક કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધતા જતાં કેસોની સામે ચિંતાની લાગણી દર્શાવી છે. અને લોકોને ગાઇડલાઇનના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,906 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23,623 સાજા થયા અને 188 લોકોનાં મૃત્યુ થયાં. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 17,091નો વધારો થયો છે. નવા સંક્રમિતોનો આ આંકડો 28 નવેમ્બર પછીનો સૌથી વધુ છે. ત્યારે એક જ દિવસમાં 41,815 દર્દી મળી આવ્યા. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. શુક્રવારે, 25,681 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડો દેશમાં નોંધાયેલા કુલ દર્દીઓના લગભગ 63% જેટલો છે.

દેશમાં અત્યારસુધીમાં 1.15 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.11 કરોડ સાજા થયા છે, 1.59 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2.85 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

 18 ,  3