જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ…

ઠાકોર સમાજના નેતાને સોપાઇ કમાન, KC વેણુગોપાલે કરી સત્તાવાર જાહેરાત

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં થવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ચૂંટણી લડવા માટે કોંગ્રેસને હવે નવા બોસ મળવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીઓમાં કોંગ્રેસનો એક બાદ એક કારમો પરાજય થઈ રહ્યો છે. એવામાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે નેતૃત્વ પરિવર્તન કરવામાં આવે તેને લઈને લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી ત્યારે અનેક નામોની ચર્ચાઓ બાદ આખરે સત્તાવાર રીતે કોંગ્રેસનાં નવા સુકાનીનાં નામની જાહેરાત કરવામાં આવી છે. 

ગુજરાત કોંગ્રેસમા આ વખતે ઠાકોર સમાજના નેતાને કમાન સોંપવાને લઈને નિર્ણય લેવામા આવ્યો છે. સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ બનાવવામાં આવશે જ્યારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાના નામે મહોર મારવામાં આવી છે. 

નોંધનીય છે કે જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે. સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમાં OBC પ્લસ આદિવાસી નેતા નક્કી કરવામાં આવ્યા છે. 

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી